SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ 558 જ વિબુધવિજયજી કૃત. દૂહા એક દિ વિરહ ઉપનો, દેખી ચંદ્ર આકાસ; વિરહ વિધ્યા વ્યાકુલપણઇ, ચંદ્રનઈ કર અરદાસ. ૧ [૩૭૭] ઢાલ-૪, લુહનની, થાવરા-માહરા વાછરા ચરતા એકણ ઠામ હમીરા તથા કોપ્યો નાદર રીસરો- એ દેસી. ચતુર સુજાણ તું ચંદ્રમા, ઉગ્યો ઉંચે એ આકાસ ચાંદલીયા; મુઝ પ્રીઉડો કિહા નિરખીઓ?, તે મુઝનાં પ્રકાશ ચાંદલીયા. ૧ [૩૭૮] અરજ સુણો એક માહરી, થાહરી હું છું દાસિ ચાંદલીયા; પ્રીઉની જો ખબર કહઈ, તો તુઝ શું સાબાસ ચાંદલીયા. ૨ અરજ. [૩૭૯] પરણી પનોતો પ્રીઉડો, કેથ ગયો તે નાસિ? ચાંદલીયા તે પ્રીતમ વિણ અવર જે, ન રુચઈ મુઝ મનસી ચાંદલીયા. ૩ અરજ. [૩૮૦] સરસ સેલડી પામીનઈ, મુરખ ચાહઈ ઘાસ ચાંદલીયા; સાકર અમીરસ ચાખીનઈ, તે કિમ ઈછઈ છાસિ? ચાંદલીયા. ૪ અરજ૦ [૩૮૧] ચંદન થોડું તે ભલુ, જિહાંકી વાસ-સુવાસ ચાંદલીયા; પ્યારો પ્રીતમ પ્રાણથી, વસીઓ મન આવાસ ચાંદલીયા. પ અરજ. [૩૮૨] તે વિના એકઈ ઘડી, હોવઇ છઈ છ માસ ચાંદલીયા; કરિ મેલો પ્રી મેલસઈ, દલસઈ વિરહની પ્યાસ ચાંદલીયા. ૬ અરજ. [૩૮૩] થાંહરિ રોહણી ગેહણી, રાખિ તું નિત પાસ ચાંદલીયા; રોહણી સરખી કો નહી, થાનું અતિ ઉલાસ ચાંદલીયા. ૭ અરજ. [૩૮૪] ૧. વ્યથા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy