________________
550
જ વિબુધવિજયજી કૃતા
પુત્ર કહિં પીતા પ્રતિ એ, “અશ્વરતન છઈ એહ મનોરથ; ત્રીસરો કોટ કરી ભલો એ, જતનઈ રાખ્યો તેહ મનોરથ૦ ૪ [૩૧૪] જિમ કહ્યું તિમ તે કરું એ, રાખ્યા જતનિ તોખાર મનોરથ0; જિનવરની પુજા કરઈ એ, મંગલકલશ કુમાર મનોરથ૦ ૫ [૩૧૫] અનુમતિ લેઈ તાતની એ, પુનરપિ ભણય નિસાલ મનોરથ૦; વિસમૃત જે વિદ્યા થઈ એ, તાસની કરય સંભાલિ મનોરથ. ૬ [૩૧૬] મંગલકલશ સુખ ભોગવઈ એ, નયરી ઉજેણી મઝાર મનોરથ૦; માત-પીતા નઈ સુત મિલ્યા એ, હુઓ જય જયકાર મનોરથ૦ ૭ [૩૧૭] સાહા જાગીર પ્રતિબુઝવ્યો એ, શ્રી વિજયદેવસૂરિંદ મનોરથ૦; તાસ પાટિ ઉદયાચલઇ એ, ઉગ્યો એહી દિણિંદ મનોરથ૦ ૮ [૩૧૮] હીંદુપતિ પ્રતિબુઝવ્યો એ, મેવડા માહારાણ મનોરથ; શ્રી વિજયસિંહસૂરી જયો એ, નામિ કોડિ કલ્યાણ મનોરથ. ૯ [૩૧૯] તાસ સીસ સોહાકરું એ, સકલ વિબુધ શિરદાર મનોરથ0; વીરવિજય કવિ રાજીઓ એ, જયવંતા જયકાર મનોરથ. ૧૦ [૩૨૦] તાસ સીસ સુજસ લહીએ, બીજો ખંડ રસાલ મનોરથ0; વિબુધ સદા સુખ સંપદા એ, પામઈ મંગલ માલ મનોરથ૦ ૧૧ [૩૨૧]
इति मङ्गलकलशरासे देवीअपहरण-पाणीग्रहणकरणमातपितामिलण-अधिकारे खण्डः द्वितीयः इति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org