________________
મંગલકલશ રાસ
547
દૂહીઃ
કુમર ઉપાડી દેવતા, લેઈ ગયો આકાશ; તા દિનથી માતા-પિતા, મનમાં થયા ઉદાસ.
૧ [૨૯]. ઢાલઃ - ૧૧, તુઝ વિણ ઘડી રે છ માસી- એ દેસી.
જે દિન દેવઈ અપહર્યો છે, તે દિનથી જે વાત; હુઈ તેહવિ કહુ છુ, સુણજ્યો તે અવદાત રે.
૧ [૨૯૪] ‘પુતા! તુઝ વિન રહ્યો રે ન જાઇ, કવણ કરું ઉપાય? રે, પુતા! તુઝ વિણ રહ્યો રે ન જાઈ, ઘડી છ માસી થાય રે, પુતા! તુઝ વિણ રહ્યો રે ન જાઈ. આંકણી. ૨ [૨૫] મંગલકલશની માડલી જી, મનમાંહિ ધરઈ દુઃખ; “પુત્ર પનોતા તે વિના જી, કેહનું જોઉ મુખ્ય રે?. ૩ પુતા[૨૯૬] મોટા મંદિર માલીયા જી, પુત્ર વિના મ્યાં તેહ?; પુત્ર વિનાનું જીવવું છે?, પુત્ર વિના સી દેહ રે?. ૪પુતા. [૨૯૭]. પુત્ર પનોતો કિહાં ગયો ?, પુત્ર વિના સ્ત્રો ધનં?; પુત્ર વિના નિજ માતનઈ જી, કિમ ભાવિ તે અન્ન રે?. ૫ પુતા[૨૯૮] પુત્રતણી વધામણી છે, જે કહિ આઈ સોઝ; દાલીદ્ધ કાપું તેહનોજી, આપુ મોટી મોઝરે. ૬ પુતા. [૨૯૯] આય ઉપાઈ તું વલી જી, એક જ પામ્યો પુત્ર; લાડ-કોડિ તું લહ્યો છે, ઘરના રાખણ સૂત્ર રે. ૭ પુતા. [૩૦૦]. પ્રાણવલભ તું મારો જી, અંતરયામી મુઝ; મનમોહન તું માહરાજી, મુઝ જીવન એક તુઝરે. ૮ પુતા. [૩૦૧]
૧. માતા. ૨. શોધ=શુદ્ધિઃખબર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org