________________
મંગલકલશ રાસ
545
દૂહા
પરણી પ્રેમિ સુંદરી, મંગલકલશ કુમાર; મંત્રીસર ઘરિ આવી, મંત્રી કરશું વિચાર.
૧ [૨૭૮] ઢાલ - ૧૦, નાહનો નાહનો રે- એ દેસી.
પરણી પનોતો પાધરો રે, પહતા મંદિરમાંહિ મંત્રી ઈમ ભણઈ રે; પલંગ વિછાઈ બે જણા રે, બેઠા આણી ઉછાહિ મંત્રી.. ૧ [૨૭૯] બોલિ તે વારો વારિ, મંત્રી ઈમ ભણઈ રે. આકણી. કુમર પ્રતિ મંત્રી કહઈ રે, “પો આપણિ કામિ મંત્રી ; હવિ રહિવુ જુગતું નહીં રે, સરિયા માહરાં કામ” મંત્રી.. ૨ [૨૮૦] કેડિ ન મુકઈ કામની રે, કવણ કરઈ કુમાર? મંત્રી; પાણી પલ અલગી રહિ રે, તો જાઓ તિણિવાર મંત્રી.. ૩ [૨૮૧] કુમાર કહિ સુણિ સુંદરી! રે, “મુઝનઈ લાગી ભૂખ્ય મંત્રી ; ભુખ ભાંજઈ જો માહરી રે, તો થાઈ મુઝ સુખ મંત્રી૦. ૪ [૨૮૨] દાસી કન્ડઈ સીંહકેસરા રે, મોદક અણાવિ તેહ મંત્રી ; બે જણે તે આરોગીયા રે, કુમરી મન સસહ મંત્રી.. ૫ [૨૮૩] કુમર કહિ “સીપ્રા નદી રે, અમૃત જેહનું નીર મંત્રી ; તે જલ નઈ આ લાડુઆ રે, જીમતા સુખ્ય શરીર” મંત્રી.. ૬ [૨૮] કુમરી કહઈ “કારણ કિસ્યો રે?, જાણે ઉજેણી વાત' મંત્રી; એ અસંભમ વાતડી રે, કુણ જાણઈ અવદાત મંત્રી.. ૭ [૨૮૫] કઈ ઉજેણી ગયા હુસઈ રે?, કઈ હુસઈ મુસાલ?' મંત્રી; ઇમ ચિંતવી કુમરી તદા રે, છાની રહી છલ ઝાલિ મંત્રી૦. ૮ [૨૮૬]
૧. પણ. ૨. ક્ષણવાર. ૩. મોસાળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org