________________
530
વિબુધવિજયજી કૃત વલતું મંત્રી ઈમ ભણિ, “એ અઘટ ન કીજઈ રે લો અહો એ; તુલ્મ કુમરી ગુણ-આગલી, રાજવીનઈ દીજઈ રે લો અહો રાજ. પ રાજા ઈમ. [૧૬૮]. થે ઠાકુર મેં ચાકરા, વણીક અહ્મ જાતિ રે લો અહો વણીક; રાજા-પુત્રી પરણતા, દીસઈ ભાતિ કુભાતિ રે’ લો અહો દીસ. ૬ રાજા ઇમ. [૧૬] કહિં રાજા મંત્રી પ્રતિ, “વલી વલી સું પુછઇ રે લો? અહો વલી; એહ કામ કરતાં થિકા, જાણે કડું હાં રે લો અહો જાણે ૭ રાજા ઇમ. [૧૭]. “હા” કહિતા પૂરવાં નહીં, પુત્ર કુષ્ટી પાડા રે લો અહો પુત્ર; ગલીત કોઢ અતિ ઉજલો, સરીરઈ તસ કીડા રે લો અહો સરી૮ રાજા ઇમ. [૧૭૧] રાજાઈ વયણ જે બોલીઓ, સેવક નવિ લોપિં રે લો અહો સેવ; રાજા રુષતું બોલિઇ, તો તે વયણ ઓપિં રે લો અહો તો ૯ રાજા ઇમ[૧૭] બે ધાટ છે મંત્રી પડ્યો, નદી-સીહ દો પાસઈ રે લો અહો નદી; વિચમાં પુરુષ જે આવીઓ, તે કિમ કરી નાસઈ રે લો? અહો તે ૧૦ રાજા ઇમ. [૧૭૩]
હા' ભણી મંત્રી સરિ, રાજાનઈ ભાવિ રે લો અહો રાજા; રાજાનાં પ્રણમી કરી, મંત્રી ઘરિ આવિ રે લો અહો મંત્રી ૧૧ રાજા ઇમ. [૧૭૪]. વિમાસણ મંત્રી કરઈ, નિજ ઘરિમે બાંઠો રે લો અહો નિજ0; બુદ્ધિસાગર બુદ્ધિ ચિંતવઈ, બુદ્ધિ સાગરઈ પઈઠો રે લો અહો બુદ્ધિ. ૧૨ રાજા ઇમ૦ [૧૫] ચિંતવતા બુદ્ધિ ઉપની, “સાધુ કુલદેવ્યા રે લો અહો સાધુ; આસ્યા મની પૂરસઇ, સારું તસ સેવા રે” લો અહો સારું૦ ૧૩ રાજા ઈમ[૧૭૬] મંત્રીસર ઇમ ચિંતવી, જાપ કરવા માંડ્યો રે લો અહો જાપ; વારુ વિધિ વિવેકસું, પ્રમાદ તે છાંડ્યા રે લો અહો પ્રમા. ૧૪ રાજા ઈમ. [૧૭૭]. જપમાલા લેઈ કરી, બઈઠો ભલી રીતઇ રે લો અહો બઈ; વિબુધ કહિ ઢાલ ત્રીજીઈ, મંત્રી દ્રઢ ચિત્તઈ રે લો અહો મંત્રી૧૫ રાજા ઈમય [૧૭૮].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org