SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 525 દ્વિતીય ખંડ દૂહા પાસ શંખેસર પય નમી, સેવું સરસતિ પાય; બીજો ખંડ કહિવા ભણી, મુઝ મુખ વસજે માય. ૧ [૧૩૦] નિજ ગુરુ ચરણ નમી કરી, બોલિસ પ્રબલ પ્રબંધ; મંગલકલશ હહિં પરણસઈ, સરસ અછઈ સંબંધ. ૨ [૧૩૧] મંગલકલશ સુખ ભોગવિ, નયર ઉજેણી મઝાર; ધર્મ સંયોગિ જે થયું, તે સુણયો અધિકાર. ૩ [૧૩૨] ઢાલઃ - ૧, રાગ-જયસિરી, ચતુર સનેહી મોહના- એ દેશી. જંબૂદ્વિપ સોહામણ, ભરતક્ષેત્ર સુઠામો રે; અંગદેસ અલકાપુરી, ચંપાનગરી નામો રે. ૧ જંબૂદ્વિપ૦ [૧૩૩] ધણ કણ કંચન સંપદા, મણી-મોતી લખ કોડ રે; અવર નગર જોતાં થિકા, કોઈ ન આવિ જોડો રે. ૨ જંબુદ્વિપ૦ [૧૩૪] કોડિગમે કોટી ધ્વજ, લાખેસરી અનેકો રે; વિનયવંત વારુ વલી, લોગ વસઈ સુવિવેકો રે. ૩ જંબુદ્વિપ૦ [૧૩૫] રાજ કરિ રાજા તિહાં, સુરસુંદર ભુપાલો રે; હય-હાથી બહુ જેહનઈ, પ્રજાજન પ્રતિપાલો રે. ૪ જંબૂદ્ધિપ૦ [૧૩૬] તસ ધરણી ગુણાવલી, સીલવંતી સુકલિણી રે; રુપિ રંભા સારિખી, બોલતી મધૂરી વયણી રે. ૫ જંબુદ્વિપ૦ [૧૩૭]. કનકવેલિ તે કામની, પેનઈ સુપન મઝારો રે; નિજ પ્રીઉનિ પ્રણમી કહિ, “એહનો કરો આ વિચારો રે.” ૬ જંબૂદ્વિપ૦ [૧૩૮] * ૨; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy