________________
મંગલકલશ રાસ
523
દૂહા
કર જોડી કુમર કહિ, તાત પ્રતિ અરદાસ; દેવ પુજણ હમ જાયનું, મેં રહયો ઘરિ આવાસ.' ૧૧૭ [૧૧૭]. કુમરિ હઠ લીધો ઘણો, વાત મનાવી તાત;
જિન પુજણ ઉચ્છગ થયો, કરવા નિરમલ ગાત. ૧૮૮ [૧૧૮] ઢાલ - ૯, રાગ- ગોડી, મનમોહન મેરે– એ દેશી.
અનુમતિ પામી તાતની મનમોહન મેરે, આણી હર્ષ અપાર મનમોહન મેરે; ભાવ ભલિ ભગતિ કરી મન, પુજઈ સતર પ્રકાર મન. ૧૧૯ [૧૧] વિધહું નાહઈ નીરસું મન, નીરમલ પેહરી ઘોતિ મના; ગંગોદક ઉદક ગ્રહી મન, ટાલી મનની છોતિ મન. ૧૨૦ [૧૨] વિવેકઈ વાડી જઈ મન, આણિ સખરા ફૂલ મન; વિધસું દેવલ જાઈનઇ મન, કર તે પુજા અમૂલ મન. ૧૨૧ [૧૨૧] કેસર ભરીઈ કચોલડી મન., ચંદન વાસ કપૂર મનો; સતરભેદ પુજા કરઇ મન, પ્રહરે ઉગમતિ સૂર મનો. ૧૨૨ [૧૨૨]. દિન-દિન વધતા ભાવનું મન, પુજઈ શ્રી જિનરાજ મન; માત-પીતા આણા ધરઇ મન, કરિ નિત પુજા-કાજ મન. ૧૨૩ [૧૨૩] મંગલકલશ જિન પુજતાં મન, વોલ્યા વરસ બે ચ્યાર મન; દેવતણા સુખ ભોગવિં મન, રાખિ કુલ આચાર મન. ૧૨૪ [૧૨૪] ધનદત્તસેઠિ સુખ લહું મન, પુણ્યતિણિ પરિમાણિ મન; માત-પીતા સુખ પામીયા મન, હુઆ કોડિ કલ્યાણ મન. ૧૨૫ [૧૨૫]
૧. ગાત્ર=શરીર. ૨. મલિનતા. ૩. પરોઢે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org