SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ : 519 દૂહાગરભ ધર્યો જે દિવસથી, ત્યે દિનથી ઉલ્લાસ; મનગમતા ભોજન કરઈ, ઈણિ વિધિ થયા નવમાસ. ૮૯ [૪૯]. ઢાલ-૭, રાગ-સારંગ મલ્હાર, કલાલકી તે મેરો રાજેંદ્ર મોહિઓ હો લાલ-એદેશી. સુભ દિવસે સુત જનમીયો હો લાલ, નવ માસે દિન સાત કુંયરજી; દાસી દીઈ વધામણી હો લાલ, સે ચુણાવી વાત કુંયરજી. ૯૦ [0] મંગલકલશ સુત જનમીઓ હો લાલ, પાયો-પાયો હરખ અપાર કુંયરજી; અંગિ ઉલટ ઉચ્છગ થયો હો લાલ, હરખો-હરખો રીદય મઝાર કુંયરજી. ૯૧ મંગલ. [૧] કુંકુના હાથ દીયા હો લાલ, ગાવિ-ગાવિ સોહર ગીત કુંયરજી; તોરણ બાંધા બારણિ હો લાલ, કરિ-કરિ નટુઆ નૃત્ય કુંવરજી. ૯૨ મંગલ. [૨] લાવિ સેઠનઈ ભેંટણા હો લાલ, સગા-સગા સાજન જેહ કુંવરજી; ધવલ મંગલ દીઈ બાલીકા હો લાલ, આણી-આણી અધિકો નેહ કુંવરજી. ૯૩ મંગલ. [૩] નગર લોક હરખીત હુઓ હો લાલ, હરખ્યો-હરખ્યો સવિ પરિવાર કુંયરજી; જાચક જન સંતોષીઆ હો લાલ, બોલિ-બોલિ “જય-જયકાર કુંયરજી. ૯૪ મંગલ. [૪] દસમાં દિન સેઠિ સગા હો લાલ, તેડી-તેડી ઘઇ સનમાન કુંવરજી; પોખિ પરઘલ પ્રેમસુ હો લાલ, નવાં-નવાં કરી પકવાન કુંયરજી. ૯૫ મંગલ. [૫] ધનદત્તસેઠઈ પુત્રનો હો લાલ, અધિકો-અધિકો ઉત્સવ કીદ્ધ કુંયરજી; સુપનતણિ અનુસારથી હો લાલ, મંગલકલસ નામ દીદ્ધ કુંયરજી. ૯૬ મંગલ. [૬] દિન-દિન વાધઈ દીપતો હો લાલ, સકલ કલા ગુણવંત કુંયરજી; કેડિ કંદોરો કનકનો હો લાલ, ચાલિ-ચાલિ ઠમ-ઠમકંત કુંયરજી. ૯૭ મંગલ. [૭] ૧. સૌભાગ્યવંતી સ્ત્રી. ૨. નટો. ૩. ખૂબ, અતિશય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy