________________
મંગલકલશ રાસ
517
દૂહીઃ
વિધતું જિનપુજા કરઇ, નિસિહી કહી ત્રિણવાર; કુસમ લેઈ નિજ હાથસું, પુજિ સતર પ્રકાર.
૭૩ [૭૩] ચૈત્યવંદન કરી ભાવનું, આવિ મુનિવર પાસ; ધરમ દેશના તિહાં સુર્ણિ, આણી મન ઉલ્લાસ.
૭૪ [૭૪] સામીવત્સલ તે કરઈ, પોષઈ સાધુ સુપાત્ર; શેત્રુજાદિક તીરથ જઈ, ભાવ સહિત કરઈ જાત્ર. ૭૫ [૭] ધરમ-કારય દ્રઢ ધ્યાનસું, કરય પરઉપગાર; સામાઈક પોસો ધરઇ, પડિકમણું બે વાર.
૭૬ [૬] સૂત્ર લિખ્યાવિ રુઅડા, ધરઇ જિનવર ધ્યાન; અહનિશિ જિન સેવા કરઈ, વંછઈ સુત-સંતાન.
૭૭ [૭૭] ઢાલ-૬, રાગ-ધન્યાસી, લાછલદે માત મહાર- એ દેસી.
ઇમ કરતાં ધનદત્ત, પુણ્યઈ ફલિઓ વખત; આજ હો આવી રે, સાસનદેવ્યા બહુ પુણ્યથી જી. ૭૮ [૩૮] “માગિ-માગિ વર આજ, તુઠી સારું કાજ આજ હો માગઈ રે, આપઈ તે વર તિહાં પુત્રનો જી. ૭૯ [૭૦] આપી વર તિણ ઠાઇ, દેવી નિજ ઘરિ જાય; આજ હો પુગી રે, મુઝ મનિ આસ્થા રુયડીજી. ૮૦ [૨૦] ઈસાણદેવથી માય, પંચ પલોપમ આય; આજ હો ચવીઓ રે, અવતરીઓ સતભામા ઊરિજી. ૮૧ [૮૧]
૧. સમય. ૨. પ્રથમ દેવલોકથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org