________________
516
વિબુધવિજયજી કૃતા
પંચ ઇંદ્રી તે પરવડાં રે, પુણ્ય બહુ પરિવાર રે સાહેબજી; પુણ્ય ઇ પાલખી બંસણઈ રે, પુણ્યઈ ગજ તોખાર રે સાહેબજી. ૬૪ પુણ્ય [૬૪] પુણ્યઈ પૂરણ આઉખો રે, પુણ્યઈ પુખ્તલ ધન્ન રે સાહેબજી; પુણ્યથકી નીરોગતા રે, પુણ્યઈ મધુર વચન્ન રે સાહેબજી. ૬૫ પુણ્ય [૬૫] પુણ્યથકી પંડિતપણુ રે, પુણ્યઈ સુર કર સેવ રે સાહેબજી; પુણ્યd જગ જસ જાણીઈ રે, પુણ્યાં સુખ નિતમેવ રે સાહેબજી. ૬૬ પુણ્ય [૬૬] પુણ્યઈ પ્રસંસા જન કરઈ રે, પુણ્યઈ વાધે વાનરે સાહેબજી; પુણ્યથકી આસા ફર્લિ રે, પુણ્યાં ઘીઈ લોક માન રે સાહેબજી. ૬૭ પુણ્ય [૬] આરજ દેશ તે પુણ્યથી રે, સેવ લહઈ જિનદેવ રે સાહેબજી; ઊચ ગોત્ર તે પુણ્યથી રે, પુણ્યાં સદગુરુ સેવ રે સાહેબજી. ૬૮ પુણ્ય [૬૮] રયણ ચિંતામણિ સરખો રે, સુરત સમો એ જાણિ રે સાહેબજી; પુણ્યઈ મનોરથ સવિ ફલઈ રે, પુણ્યઈ કોડિ કલ્યાણ રે સાહેબજી. ૬૯ પુણ્ય [૬૯] ઈહભવ એતા પામીઈ રે, પરભવ દેવ વિમાન રે સાહેબજી; પરિમાણંદ પદ પામીઈ રે, પુણ્ય વડું પરધાન રે’ સાહેબજી. ૭૦ પુણ્ય [૭૦] સતભામા વયણ સાંભલી રે, જાણી ધરમનો ભેદ રે સાહેબજી; ધરમ કરવા ભાવસુ રે, સેઠ હુઓ ઉમેદ રે સાહેબજી. ૭૧ પુણ્ય [૭૧] પાચમી ઢાલ એ પુણ્યની રે, પુણ્ય પરમ જગીસ રે સાહેબજી; વિબુધવિજય વ્યવહારિઓ રે, ધરમ કરણ નિસિદિસ રે સાહેબજી. ૭૨ પુણ્ય [૭૨]
૧. ઘોડા. ૨. પુષ્કળ. ૩. એટલું. ૪. હોંશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org