________________
508
જ વિબુધવિજયજી કૃત
જંબૂદ્વિપ વખાણીએ રે લાલ, જંબૂ-વૃક્ષનઈ નામ મેરે; છ-વ્રખધર તેહમાં કહ્યા રે લાલ, સાત ખેત્ર અભિરામ મેરે.. ૯ જંબુદ્વિપ [૯]. ભરત ભૂમિ તિહાં અછઈ રે લાલ, પંચશત યોયણ માન મેરે; છવીસ જોયણ છ-કલા રે લાલ, ભરતખેત્ર પરધાન મેરે. ૧૦ જંબુદ્વિપ૦ [૧૦]. બત્રીસ સહસ્ત્ર જાણીઈ રે લાલ, ભરતખેત્રમાં દેશ મેરે; સાઢા પંચવીસ પરગડા રે લાલ, જિનવર ધરમ નિવેશ મેરે.. ૧૧ જંબૂદ્વિપ૦ [૧૧] શ્રી જિનવર ગુણ રાગી રે લાલ, સાધૂ દિઈ ઉપદેશ મેરે; સંઘ ચતુરવિધિ જિહાં ભલો રે લાલ, ધરમ કરઈ સુવિશેસ મેરે.. ૧૨ જંબુદ્વિપ૦ [૧૨] “આરજ પંચવીસ દેસમાં રે લાલ, માલવદેશ મંડાણિ મેરે; દેશ સખર સોહામણો રે લાલ, મહિયલ મહિમા જાણિ મેરે.. ૧૩ જંબુદ્વિપ૦ [૧૩] સરસ દેસ પાણી ઘણો રે લાલ, ઘરિ-ઘરિ વાડી-આરામ મેરે; કૂપ-તટાક નઈ વાવડી રે લાલ, પગ-પગિ પાણી ઠામિ મેરે.. ૧૪ જંબૂદ્વિપ૦ [૧૪]. પાન-સાકર નઈ સેલડી રે લાલ, સખર બહુ સહિકાર મેરે; ‘ગોલગદુ “ખ મોટકા રે લાલ, જિણઈ દેશઈ આપાર મેરે.. ૧૫ જંબૂદ્ધિપ૦ [૧૫]. વિક્રમસેન અતિ ભલો રે લાલ, દેવતાઈ વર દીધ મેરે; દુરભિક્ષ ન પડે તિહાં કદા રે લાલ, તે માલવ પરસિદ્ધ મેરે.. ૧૬ જંબુદ્વિપ૦ [૧૬]. જિણઈ દેશઈ સૂરજતણો રે લાલ, દરિસણ વહિલો હોઈ મેરે; એક લાખ ગામ જ જાણીઈ રે લાલ, ઊપરિ બાણું જોઈ મેરે. ૧૭ જંબુદ્વિપ૦ [૧૭] પહિલા ખંડતણી ભલી રે લાલ, એ કહી પહિલી ઢાલ મેરે; નગર વખાણ હરિ સાંભલો રે લાલ, વિબુધ વંદિ રસાલ મેરે. ૧૮ જંબુદ્વિપ૦ [૧૮]
૧. વર્ષધર પર્વત. ૨. યોજન. ૩. ક્ષેત્રને માપવાનું એકમાપ, ૧ યોજન=૧૬ કલા થાય. ૪. પ્રસિદ્ધ. ૫. આર્ય. ૬. શ્રેષ્ઠ. ૭. આંબો. ૮. ગોલકદુના=ભૂરા કોળાના. ૯. વૃક્ષ. ૧૦. વરદાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org