________________
મંગલકલશ ચોપાઈ
491
રાજા મનમે વેરાગીયો રે, પ્રણમી સદગુરુ પાય; અનુમતિ માગી ગુસ્કને રે, આવું છું ઘરે જાય. ૧૪ રાજેસ્વર૦ [૫૦]. રાજા તતખિણ આવીને રે, પૂછી સબ પરિવાર; મંગલકલસ પાટ થાપિને રે, લેસ્ય સંજમભાર.” ૧૫ રાજેસ્વર૦ [૫૧૦] માતા-પીતા ઉજેણમ્યુંરે, તેડાવે સહુ રાય; મંગલકલસ રાજા થાપરે રે, પ્રણમે સહુના પાએ. ૧૬ રાજેસ્વર૦ [૫૧૧] આણ વરતાઈ મંગલતણી રે, શ્રી સુરસુંદર રાય; દીખ્યાનો માહોછવ કરી રે, લીધો સંજમ જાય. ૧૭ રાજેસ્વર [૧૨] દીખ્યા લેઈ સીગ કરી રે, કીધો ઉગ્ર વિહાર; મંગલકલસ ઘર આવીને રે, બેઠો સભા મઝાર. ૧૮ રાજેસ્વર૦ [૫૧૩] ઢાલ ભણી ઈકવીસમી રે, સંયમ લીધો સમભાર; મંગલકલસ રાજાતણો રે, કહે લીખમીહરખ ઈધકાર. ૧૯ રાજેસ્વર૦ [૫૧૪].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org