________________
મંગલકલશ ચોપાઈ
489
દૂહા
મંગલકલસ હવે આપણો, ચલાવે ઘર બાર; માય-તાય સેવા કરે, વધે પ્રેમ અપાર.
૧ [૪૮૮] ઈણ અવસર ચંપાધણી, શ્રી સુરસુંદર રાય; રાજ્યપાટ-થાપણ ભણી, ચિંતા મનમેં થાય.
૨ [૪૮] જમાઈ તેડાયને, આપું તેમને રાજ; તો મન વંછીત સવિ ફલે, સારું આતમ કાજ.”
૩ [૪૯] એહ વિચારી રાય તબ, કહે તેડાવો દુત; ઉજેણી તું જાય કહે, “તું રાખે ઘરનો સુત.
૪ [૪૯૧] રાત-દિવસ ચિંતા કરે, જોવે તુમ્હારી વાટ; સહુ પરવારશું આવજો, ક્યું આપું રાજ ને પાટ.” ૫ [૪૯૨] ઇમ કહી દુત ચલાવીયો, આયો નગર ઉજેણ; મંગલકલસ ઉતાવલો, જાવાને હુવે તે.
૬ [૪૯] માય-તાયને પાય નમી, માંગી સીખ કુમાર; ચંપા ભણી તે ચાલીયો, સાથે લે નર-નાર.
૭ [૪૯]. આયો ઘણુઈ ઉતાવલો, રાયને કરે જુહાર; રાજા રલીયાયત થયો, દીયો ટંકાવલી હાર.
૮ [૪૯૫] ઢાલ-૨૧, ઈડર આંબા આંબલી રે- એ દેશી.
એક દિન રાય સુરસુંદરે, બેઠો સભા મઝાર; મંગલકલસ દીપતો રે, ઉગો જાણે સૂર.
૧ [૪૯૬] રાજેસ્વર જોજ્યો પૂન્ય પ્રકાસ, પૂન્યથી લહીયે સુખ સાર. ઈણ અવસર ગુરુ વિચરતા રે, શ્રી જસોભદ્રસૂરિંદ; પંચસયાંસું પરવર્યા રે, મોટા સાધુ મુર્ણિદ. ૨ રાજેસ્વર૦ [૪૯].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org