________________
મંગલકલશ ચોપાઈ
483
ઉજેણિ આવે તો ઘણો ઉતાવલો, સેઠે કીધ જુહાર; ઉઠીને મીલીયા હો દેખી સજન આપણો, કરેં ઘણી મનુહાર. ૬ રાય [૪૫]. ભાણેજી આવે તો મામાજીને સાંભલી, હસી મીલી બહુ હેજ; કુસલ પૂછે હો માય-તાયના ઘણા, કે મુજ ઉપર ખીજ?'. ૭ રાય. [૪૪૬] સાસુને કહીજ્યો રાણીનો પગે લાગણો, વીંદડી મેલો પાસ; કહિજ્યો જમાઈનું રાય તેડીયા, રાય દીઠાં હોમી હુલાસ. ૮ રાય [૪૪૭] રાત-દીવસ હો ઝરે રાય-રાણી ઘણા, ન કરે કાંઈ ઘર ચિત્ત; દહ-દિસ જોવે હો કુંવરની વાટડી, ગેહલાતણીજી રીત. ૯ રાય. [૪૪૮] “કુમરી! ચાલતા હો વચન કો કહ્યો, હે પિણ પુણ્યો નહ; એ દુખ સાલે હો સાલતણી પરે, તે કિમ કહિણો ન જાહિ. ૧૦ રાય. [૪૪૯] અણજાણે હો કીધી દુસમણ દાણી, કંતને દીધો દોસ; કપટ ન જાણ્યો તો મે મુહતાતણો, તે હિયડામાહે સોસ.” ૧૧ રાય. [૪૫] કર જોડિ હો સિંઘ સેઠ પ્રતે કહે, “હિવે મ લાવો વાર; પૂત્રી-જમાઈ દીઠાં સુખ પામસી, મ કરો ઢીલ લીગાર. ૧૨ રાય. [૪પ૧] પુત્રી ચલાવે હો સામગ્રી સજી, માય-તાય પ્રણમવા પાય; સાસુ-સસરાને હો વહુ પાએ પડી, પીહરને જબ જાય. ૧૩ રાય. [૪૨] સીંઘજીને કહે હો સેઠ ઈસી પરે, મારે એક જ પૂત; ઈણ આયા હો ઘર-વસ્તી હોતી, પુત્ર વિના અભધૂત. ૧૪ રાય. [૪પ૩] સીખ કરીને હો ચાલ્યા ઉતાવલા, આવે ચંપા પાસ; સિંઘજી મેલે હો વધાઓ તિણ સમે, રાય મન પુગી આસ. ૧૫ રાય. [૪૫] દીધી વધાઈ હો રાય મનરલી, ચલી રાજા સામો જાય;
ઓલખીયો જમાઈ હો તન-મન હલસ્યો ઘણો, મીલીયો છાતીનું લાય. ૧૬ રાય [૪૫૫] ૧. કુંવરીની. ૨. ઘેલાની. ૩. શલ્યની. ૪. કાંત=પ્રિયને. ૫. અવધૂત જેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org