________________
480
જે લક્ષ્મીહર્ષજી કૃત
હાટ ઉછાહ કરે ઘણા રે, ગીત ગાવે વર બાલ કે હરખ; વાજા વાજે અતી ઘણા રે, વાજે ભેર કંસાલ કે પુન્ય.. ૨ [૧૮]. સુખાસણ ભલી પાલખી રે, રથ જોતરીયા તુરંગ કે હરખ; હય-ગ ભલા સણગારીયા રે, પાખરીયા પાંચ તુરંગ કે પુન્ય. ૩ [૪૧] ઘણા કરે રે વધામણા રે, મીલીયા માતાજન લોક કે હરખ; માંગણજન “જય જય” કરે રે, મીલીયા લોકના થાય કે પુન્ય૦. ૪ [૪૨] સામેલો કરે જુગતુનું રે, પૂત્રના પૂરણ કોડ કે હરખો; ગજ બેસાર્યો પૂત્ર-વહુ રે, સરિસા-સરિસી જોડ કે પુન્ય.. ૫ [૪૨૧] રાય-રાણા આવે ઘણા રે, નવલી સાંભલી વાત કે હરખ; કુંવર ફીટ થઈ કુંવરી એ, તીણે મીલી ઘણું જાત કે પુચ૦. ૬ [૪૨૨]. ઉજેણી એક જ હુંતી રે, બીજી મીલી આવી આજ કે હરખ૦; જીવર ટુલાવે પાખતી એ, પૈસારો કરે તામ કે પુન્ય.. ૭ [૪૨૩] સેરી-સેરી ટોલે મીલે એ, સોહિવ થે આસીસ કે હરખ; કિહાં ઉજેણિ? કિહાં ચંપા એ?, આણ મેલી જગદીસ કે પુન્ય. ૮ [૪૨૪]
----- હરખ૦; ઘર આવીને ઉતર્યા એ, લોક કરે “જયકાર” કે પુન્ય.. ૯ [૪૨૫] સાસુને વહુ પાયે પડી એ, સાસુ દીર્ષે આસીસ કે હરખ૦; પૂત્રવંતી જસવંતી હોજ્યો એ, જીવજ્યો કોડ વરીસ કે પુન્ય. ૧૦ [૪૨૬] સજન લોક સંતોષીયા એ, જમાડી પકવાન કે હરખ૦; બંદીજન “જય જય’ કરે એ, તિહાંને દીધો દાન કે પુન્ય. ૧૧ [૪૨૭]. મામી સુસરો આવ્યો છું તો એ, સેવા કરે ભલી ભાત કે હરખ; રેહતા દીન ઘણા હુવા એ, પુગી ઘણી મન ખાંત કે પુન્ય. ૧૨ [૪૨૮]
૧. શણગારેલા. ૨. સામેયું. ૩. ફીટ-ફીટીને=મટીને. ૪. ચામર. ૫. ચારે બાજુ. ૬. પ્રવેશ. ૭. સૌભાગ્યવંતી સ્ત્રીઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org