________________
મંગલકલશ ચોપાઈ જ
477
પંડિત કહે મંગલ પ્રતે રે, ‘દેજ્યો બીજા ઠામ'; નામાંકૃત આણિ દિયા રે, રાજા સુરસુંદરને તામરે. ૧૦ પંડિત [૩૯૨] સિંઘજી નામા દેખને રે, પામ્યા આણંદપૂર; માહરા લીયા સહુ એહ છે રે, “જાગ્યો બાઈ! પૂન્ય અંકુર રે.” ૧૧ પંડિત [૩૯૩] જીમણને સહુ તેડીયા રે, બેસાર્યા ભલી ભાત; મંગલકલસને દેખને રે, ભગતિ કરે મન ખોતરે. ૧૨ પંડિત [૩૯૪] સહુ જમાડી લેસાલીયા રે, સિખ દીયે તીણવાર; સિંઘજી કહે પંડિત પ્રતે રે, “નેસાલ્યો એક રાખો સુવીચાર રે. ૧૩ પંડિત. [૩૯૫] જે લેખો ચોખો કરે રે, ભલે નહી તીલમાત; તે મેલો તુમે બે ઘડી રે, કહે મુંકી સમઝાયવિ વાત રે.” ૧૪ પંડિત. [૩૯૬] રાખ્યો મંગલકલસને રે, જો આવે તુહને દાય; મન માને જે પૂછજો રે, સહુ કેહસી સમઝાય રે.” ૧૫ પંડિત [૩૯]. એમ કહી ઉઠી ગયા રે, મંગલકલસને મેલ; આદર દેઈ બેસાડીયો રે, કાંઈ વાત કહો દીલ-ભેદ રે. ૧૬ પંડિત. [૩૮]. મંગલ કહે “તુમે સાંભલો રે, સંસારમે દોય વાત; જે કહો તે હું રાખવું રે, જો ખુસી થાવ તુમ્હ ધાત રે. ૧૭ પંડિત. [૩૯૯] કવરી કહે “દોય વાત કીસી રે?, તે કહો મુજ સમઝાય”; કહે “એક આપવિતી કથા રે, બીજી પરવતી કહાય રે.૧૮ પંડિત. [૪૦૦] પરવીતી સાંભલું સદા રે, આપવીતી કહો આજ'; આકાર અંગત ઓલખી રે, બોલ્યો મંગલકલસરે. ૧૯ પંડિત[૪૦૧] આપવીતી કહું કથા રે, સાંભલજ્યો મન લાય; ઉજેણિલું ચંપા જઈ રે, રહ્યા મુકતા ઘર જાય રે. ૨૦ પંડિત [૪૦૨]
૫૦ ;
૧. ગણતરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org