________________
474
લક્ષ્મીહર્ષજી કૃત
કુમાર કહે રાજા પ્રતે રે, “તુમ્હ કહ્યો સો પ્રમાણ; માહરો મુકામ હાં છે ઘણો રે, દેખવા નગર મંડાણ. ૧૨ રાજેસ્વર૦ [૩૬૭]. ઉતારા સારુ ભણિ રે, જાયગા દેખાડો કોય; રાય કહે “હવેલી દાખવો રે, ઉતરો મન આવે શું જોય.' ૧૩ રાજેસ્વર. [૩૬૮]. પાસે પિણઘટ વહેં ઘણો રે, દેખા નગર મંડાણ; તે ઠામે જઈને ઉતર્યારે, પામ્યા સુખ સુજાણ. ૧૪ રાજેસ્વર૦ [૩૬] કુપર હિવે એકલો રે, ગાખે બેઠો રહે જેમ; પાંચ અશ્વ તે દેખને રે, મનમેં ચિંતવે એમ. ૧૫ રાજેસ્વર. [૩૭૦]. કર-મોચન દીધા હતા રે, પાણિપંથા પાંચ; તેહવા એ દીસે પીવતા રે, નહિ કાંઈ ખલ “અંશ.” ૧૬ રાજેસ્વર. [૩૭૧] તે દેખિ મન હુલસ્યો રે, જેહવો ગંગા તરંગ; લીમીહરખ કહે ઢાલ પનરમી રે, ઉલસ્યો કુમરીનો અંગ. ૧૭ રાજેસ્વર૦ [૩૭૨]
૧. જગ્યા. ૨. પનઘટ=જળાશય. ૩. વેગવાન. ૪. ખોડ=ખામી. ૫. ખચકાટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org