________________
મંગલકલશ ચોપાઈ
469
આસ કરીને રે આવ્યા જાચવા, તે મે મેલ્યા નીરાસ; દેવ-ગુરુના રે વચન ઉથાપીયા, પછી ઘાલ્યા રે પાસ. ૮ આપ૦ [૩૧૭] દોસ ન કોઈ રે સાસુ-સુસરાતણો, દોસ ન કોઈ માય-બાપ; દોસ-કમાઈ રે જીવ કીધા તીકે, ભોગવીસ આપો રે આપ.૯ આપ૦ [૩૧૮] આગે પણ કહીયે સીતા સતી, સોકે દીયો રે કલંક; રામે મેલી રે વનમે એકલી, કાઢ્યો કરમનો વંક. ૧૦ આપ૦ [૩૧૯] નલ-દવદંતી રે વનમે એકલી, સુતી મુકી નીરાસ; કતે કાપ્યા રે હાથ કલાવતી, બીજી કહીરે આસ?. ૧૧ આપ૦ [૩૨] સતી ય સુભદ્રા રે જગમે જાણિયે, સાસુ દિધો રે કલંક; ધરમ-પ્રભાવે રે તેને દેવતા, કીધા તાસુ નીકલંક. ૧૨ આપ૦ [૩૨૧] દ્રોપદી-શીવંતી-પદમાવતી, ઈમ અનેકમે રે દુખ; તે પિણ ભોગવીયા વિણ છુટે નહી, સહ્યા ભુખને રે દુખ. ૧૩ આપ૦ [૩૨૨] ઈમ મન વાલી રે બેઠી સુંદરી, સોચ કરે દીન-રાત; સુખ-દુખની વાત ન કો પુછે નહી, સહુ સવારથની રે વાત. ૧૪ આપ૦ [૩૨૩]. ચિંતા કરતી રે બેઠી સુંદરી, ધ્યાન ધરે નવકાર; કંતતણો રે વચન સંભારિયો, “સિરાનદીનો રે વાસ. ૧૫ આપ૦ [૩૨૪] ધીરપણે આણિ રે ઉછવ મન થયો, “ગ્યો ઉજેણિ રે કંત; વખત જ હોસી રે મોટો માહરો, સહિ મીલસી એકાંત.૧૬ આપ૦ [૩૨૫] કરમ નિંદ્યા કહિ ઢાલ તે તેરમી, મનમેં નાણસ્યો રોસ; લીખમીહરખ કહે પૂન્ય થકી સહુ, ટલસી કુમરીનો દોસ.૧૭ આપ૦ [૩૨૬]
૧. યાચવા, માંગવા. ૨. વાંક=ગુનો. ૩. શીલવતી. ૪. આનંદ. ૫. નિંદા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org