________________
34
* કૃતિ દર્શન
રાજા વિના સભા, વ્યાકરણ વિના વાણી, માન વિના રાજા અને રાણી, રૂપ વિના કામિની, શીલ વિના કુલસ્ત્રી શોભતી નથી તેમ પુત્ર વિના સ્ત્રી શોભતી નથી.
જ જનમથી મંદિરિ મા©તો રે, કિમ જાણઈ સવિ વાત?; મરુધર દેશિ કુણ કહરે, છાયા કુમ વિખ્યાત રે?” ૧૬૪ પાઠાંતરઃ ‘નાલિયર દીવ-વાસી જના રે, નવિ લહઈ વ્રીહિ વિખ્યાત રે.”
મંગલકલશે મોદક આરોગ્યા પછી “ઉજ્જૈની નગરીની સીપ્રા નદીના પાણીના વખાણ કર્યા ત્યારે ત્રૈલોક્યસુંદરી વિચારે છે કે – “જન્મથી જે મહેલની બહાર જ નથી નીકળ્યો તેને ઠેઠ ઉજ્જૈનીની સિખાનદીના પાણીના ગુણ કેવી રીતે જાણ્યા હશે?' આ વાતનું સમર્થન કરવા કવિ દ્રષ્ટાંત આપે છે જે દૃષ્ટાંત બે પ્રતોનાં જુદા-જુદા પાઠ તરીકે પ્રાપ્ત થાય છે.
(૧) મરુ દેશમાં રહેનારો વિશાળ છાયાવૃક્ષના ગુણ ન જાણી શકે. (૨) નાલિકેર દ્વીપમાં વસનારો ચોખાનો સ્વાદ ન જાણી શકે.
“ચંદન ઉરસીઈ ઘસઈ, પરિમલ પ્રકટ કરંતિ; ઈશુદંડ વલી પીલતાં, અમૃત રસ આપતિ.” ૨૭૧
રાજાએ સુબુદ્ધિ મંત્રીને મારવાનો આદેશ આપ્યો ત્યારે મંગલકલશે તેને બચાવ્યો. ત્યારે મંગલકલશની મહાનતાને વધુ મહત્તમ બનાવવા પ્રેમમુનિ દૃષ્ટાંત આપે છે-ચંદન જેમ જેમ ઓરસિયે ઘસાય તેમ તેમ વધુ પરિમલ પ્રસરાવે છે અને શેલડીને જેમ-જેમ પીલીએ તેમ-તેમ વધુ મીઠો રસ આપે છે.
જ “કર કપોલ-દેશો મિલિ રે હાં, કંકણ કુંડલ કાંતિ; સિંચઈ નયણ-નીરે સદા રે હાં, ભુજ-લતા એકાંતિ.” ૨૦૫
પતિના વિરહથી વ્યથિત થઈને રૈલોક્યસુંદરી વિલાપ કરી રહી છે ત્યારે તે માથે હાથ દઈને બેઠી છે અને આંખોમાંથી ઝરતા અશ્રુઓ હાથથી લૂછી રહી છે આ બે ક્રિયાના કાવ્યાત્મક વર્ણન કરવા દ્વારા કવિશ્રીની નિપુણતા ઝળહળી ઉઠી છે.
2લોક્યસુંદરીનો વિરહ-વિલાપ આગળ જતાં વધુ પ્રબળ બન્યો છે. “સુંદરી બીજી દિઠ કિ, સંધ્યા સમઈ શશિ રે; ચાંદલા! કહિ સંદેશ કિ, મોરા પ્રિય કિહાં વસિ રે.? ૨૧૦ ચંદ્ર ન બોલઈ બોલ કિ, દૂરજન સારિખા રે, સજન હોઈ દુરજન કિ, પાપનો પારિખો રે. ૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org