________________
શ્રી મંગલકલશ રાસમાલા
35
રાહુ! તુઝ વધાવું કિ, મોતિ ખોભલિ રે; કુરંગિ! વારુ કીધ કિ, કલંક ચંદ્રલિ રે. ૨૧૨ ગયણે ગાજઈ ઘન કિ, ચમકઈ બીજલી રે; મોર કરઈ કેંગાય કિ, નાચઈ મનરલી રે. ૨૧૩ ચાતક! પિયુ-પ્રિય નાદ કિ, ધિગ હો તુઝનિ રે; મત સુણાવઈ કાનિ કિ, પ્રિય મુઝનિ રે.” ૨૧૪
અહીં ચાંદલિયાને, રાહુને, હરણીયાને અને ચાતકને સંબોધીને કહેવાયેલા વાક્યોમાં રહેલો વ્યાજસ્તુતિ અલંકાર રાજકુમારીના હૈયાની વ્યથાને સારી રીતે પ્રગટ કરે છે.
જ “શ્રી સત્યભામાઈ નંદન જાયો, યુવતીજન મિલી ગયો; રૂપે રતિપતિ રાય હરાયો', કીકો ભલિ-ભલિ આયો.’ ૪૭
જન્મ સમયે મંગલકલશને જોઈને મોટાઈ ગયેલી નગર યુવતીઓના મુખમાંથી શબ્દો સરી પડ્યા- “રૂપે રતિપતિ રાય હરાયો'!. અહીં વ્યતિરેક અલંકાર બાલ મંગલકલશના રૂપને શણગારે છે.
આ પાત્રવર્ણન પણ કવિશ્રીએ સુંદર રીતે આલેખ્યું છે. વાંછિતારથ પૂરણો, સુરતરુ સમાન; સૂરવીર મહાસાહસી, શ્રીદ સમ દિઈ દાન. ૧૫ મહામંડલમાહિ દીપતો, પ્રજા પાલઈ ન્યાય; અરિકુલગંજનકેસરી, ટાલઈ અન્યાય.” ૧૬
અહીં વર્ણનમાં રાજાને ઉચિત શૌર્ય, ન્યાય, ઉદારતા, પ્રજાવત્સલતાદિ ગુણોથી વીરશેખર રાજા દીપી ઉઠ્યા છે.
- મંગલકલશના જન્મ સમયના પાત્ર વર્ણનને પણ સુંદર રીતે સજાવાયું છે. હો સખિ! માહરો બાલુડો નીકો, સુંદર રૂપ સોહામણો હો, કુલમંડન એ કીકો હો. ૫૪ વિમલ કમલ દલ લોયણા હો, વદનમંડલ શશીકો; દશન દીપઈ દાડિમકલી હો, અધર-રાગ બિંબીકો. ૫૫ નલકૂબર એ અવતર્યો હો, મદન રુપ રતી કો; હરખિ હુલાવિ ભામિની હો, ભાગ્ય ભલો જનનીકો.” પ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org