________________
શ્રી મંગલકલશ રાસમાલા રે
જ કેટલીક સુંદર ઉપમા- “એરાવણ સમ હાથીયા.” ૧૩ - “વાંછિતારથ પૂરણો સુરતરુ સમાન. ૧૫ - રોહિણી નિ ચંદ્ર જિમ મિલઈ, તિમ અધિક સને.” ૨૦ - “યથા કથા કોતિક જિસી, મીઠી મિશ્રી-દૂધ.” ૭૩ - કલ્પવેલી જિસી કુંવરી રૂપ દેખી રંજ્યો રાય.” ૭૯ - રુપિ ઈંદ્ર સમવડિ, મુખ જિમ્યો ,નિમચંદ.” ૧૩૩ - “અમરકુમર અવતાર કિ, નલ-કૂબર જિમ્યો; વિદ્યાધર વર ભૂપ કિ, રતિ-રમણ તિસ્યો.” ૧૮૯ - જિમ જલધર જલ વરસંતો, યાચક જનનિ દિઈ દાન રે.” ૨૩૮ - જિમ ચંપકતરુ ડાલિ રે, જિમ વિમલ કમલની નાલિ રે; સુકલ પખિ જિમ ચંદો રે જિમ અમૃત વેલિ કેલિ કંદો રે.' ૬૩
ચંપકવૃક્ષની ડાળ, નિર્મળ કમલની નાળ, શુક્લ પક્ષમાં ચંદ્ર અને અમૃતવેલના કંદની વૃદ્ધિ સાથે સરખાવીને મંગલકલશની દિવસો દિવસ થતી વૃદ્ધિ ખૂબ મનોહર બનાવી છે.
- ખીરોદધિ સર વેગલા રે, તે વખાણઈ કેમ?; અરથિ ન આવઈ મનુષ્યનઈ રે, જિમ જંબૂ જગતી હેમ રે.” ૧૫૯
જંબૂદ્વીપની જગતી (=ફરતા કિલ્લા)નું સોનું આપણને કામ ન આવી શકે, તેવી રીતે ક્ષીર સમુદ્ર કે માનસરોવર પણ ખૂબ દૂર હોવાથી તેનું પાણી આપણને ઉપયોગી થઈ શકતું નથી. હેમચંદ્ર સૂરિજીએ આપેલુ ઉપમા અલંકારનું લક્ષણ હૃર્ય સાર્ચ ૩૫માં' (કાવ્યાનુશાસન-૬/૧) અહીં ખરેખર સાર્થક થતું લાગે.
જ સંતતિ ન હોવાને કારણે સત્યભામા વ્યથિત હૃદયે ધનદત્તને કહે છે. “પુત્ર વિના નારી શોભે નહીં' આ ઉક્તિને હૃદ્ય બનાવવા કવિએ દૃષ્ટાંત રૂપે અનેક ઉપમાઓ મૂકી છે.
રાજા વિણ સભા જિસી રે, વ્યાકરણ વિના જિમ વાણિ; માન વિના સોભઈ નહી રે, જિમ રાજા પટ્ટરાણિ. ૨૫ રુપ વિના કામિની કસિ રે,? સીલ વિના કુલનારિ; પુત્ર વિના જિમ અમદા રે, સરજી કાં સંસારિ?' ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org