SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ 454 જ લક્ષ્મીહર્ષજી કૃતા ૧ [૧૭૫] ૨ [૧૬] ૩ [૧૭૭] ૪ [૧૭૮] દૂહા હિવે મનડો ડોલાવિયો, ઘરનો કરે છે કામ; પરદેસી પુછતો રહે, કોઈ ન કહે પુત્રનો નામ. કુમાર કહે ચંપા તિહાં, મુહતાસું કરી મેલ; માય-તાય સાલું ઘણું, જાણે કાલજામે સેલ. હિવે મુહતો રાજાકને, જાઈ જોવાવે લગન; વર-વીદણિરા લાડ-કોડા, કરવા ઘણોઈ જતન. ઘણા તેડાવ્યા જોતષી, જોયો લગન કુંડાલ; શુભ લગન-વેલા થકી, થાપ્યો લગન ચોસાલ. જોસી ઘણોઇ માન દે, ખસી કરને મુંક્યા ગે; મુહતો લગન લેઈ કરી, આવ્યો આપણે ગેહ. ઢાલ - ૮, ચિતોડી રાજા રે- એ દેસી. મુહતો લગન વધાવે રે, ભલો ઓછવ મંડાવે રે; ભલી નારી તેડાવે રે, ધવલ-મંગલ દીયે રે. વર પીઠી કરાવે રે, વારુસ વણાવે રે; ઘર-ઘર તેડાવે રે, વનોલે ફીરે રે. હિવે રાય ઘર આવે રે, લોક અચરજ પાવે રે; ગજ ઊપર બેસાડી રે, ચવર ઢોલાવતો રે. રાય-રાણિ દેખિને હરખે રે, ઇંદ્ર સમો વર પરખે રે; ઈમ નિરખિને રાય રે, રાણિ હરખ્યા સહુ રે. ૫ [૧૭૯]. ૧ [૧૮૦] ૨ [૧૮૧] ૩ [૧૮૨] ૪ [૧૮]. ૧. કાળજામાં. ૨. શલ્ય. ૩. વનલા=બંદોલી, ફુલેકું. ૪. ચામર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy