________________
442
જ લક્ષ્મીહર્ષજી કૃતા
દુહાઃ
એકદીન સેઠ જ ફુલને, જાવા લાગો બાગ; મંગલકલસ તબ જાગને, બોલ્યો કઠે લાગ.
૧ [૬૭]. કિહાં પધારો? તાતજી!, મુઝને કહો તુમે તે;' સેઠ કહે “બાગે જઈ, ફુલ આણમ્યું એહ.”
૨ [૬૮]. હું પિણ સાથે આવશું, બાગ જોએવા કોડ;” કહે સેઠ “બાગે ગયો. તું મતિ કરયે હોડ.
૩ [૬૯]. હું ગરઢો તું નાનડો, થાકો થાસી તામ; કડીયા ઉપડસી નહિ, મત આડો કરવે કામ.'
૪ [] ઢાલ-૪, અલવેલીયારી દેશી. મંગલકલસ કહે કરજોડને રે લોલ, બાસું કરે અરદાસ મોરા તાતજી; હું પિણ તુમે કેડે છતો રે લાલ, આવસે મ કરો ખાસ મોરા૦.૧ મંગલ. [૭૧]. ઈમ કહિ સેઠ આર્ગે થયો રે લાલ, ધરતો મનમેં હુલાસા મોરા; રમતો હસતો ખેલતો રે લાલ, પહુતો બાગને પાસ મોરા૦. ૨ મંગલ. [૨]. દેખિ "ખ રલીયામણા રે લાલ, પહંતો બાગ મઝાર મોરા; વનપાલક આવ્યો તિસે રે લાલ, બાલક દીઠો દેવ કુમાર મોરા.. ૩ મંગલ. [૭૩] માલી કહે “સુણો સેઠજી! રે લાલ, કહો કેહનો એ બાલ? મોરા; દેખિ મુઝ મનડો ગહ ગહ રે લાલ, જાણે દેવ ભુપાલમોરા૦. ૪ મંગલ. [૭૪] સેઠ મુલકી બોલ્યો નહિ રે લાલ, માલી જાણ્યો એ પુત મોરા; મેવા ભલા આણિ દિયા રે લાલ, દાખ-દાડમ-સેતુત(૨?) મોરા.. પ મંગલ. [૫]
૧. મત=ન. ૨. કજીયો. ૩. મૂંઝવણ. ૪. વૃક્ષ. ૫. રસદાર મીઠા ફળ. ૬. દ્રાક્ષ. ૭. સેતુર ફળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org