________________
મંગલકલશ ચોપાઈ
441.
“અમ ઘર આજ મંગલીક ો રે, નામે મંગલકલસ રે; એમ કહિ બોલાવસું રે, દીઠો સુપન કલસ રે.” ૧૫ ધરમ. [૬૧] બાલક વધે બીજ ચંદ્ર ક્યું રે, તેને સુર દીપત રે; પાંચે ધાય પાલીજતો રે, એમ કુમર વધત રે. ૧૬ ધરમ. [૬૨] અનુક્રમે વરસ સાતનો રે, થયો ગુણ-નિષ્પન્ન રે; બાપ સાથે હિન્હેં પરવરે રે, કરે છે કોડ જતન રે. ૧૭ ધરમ. [૬૩] દેહરે સેઠ પુજા કરે રે, મંગલકલસ લેઈ સાથ રે; કર જોડી આગલ રહિ રે, દેખે ત્રીભુવનનાથ રે. ૧૮ ધરમ [૬૪] ઈણ પર ભાવના ભાવતા રે, જાવે છે દીન ને રાત રે; ઢાલ તીજી માહે કહ્યો રે, પુત્રતણો અવદાત રે. ૧૯ ધરમ. [૬૫] લખમીહરખ કહે ‘સાંભલો રે, હિવે હુવે જે વાત રે, કાન દઈને સાંભલો રે, મ કરો ઉંઘ ને વાત રે.” ૨૦ ધરમ. [૬૬]
૧. ગુણ-નિષ્પન્ન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org