SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 435 વલી શાંતનાથચરિત્રમ્, અહનો છે અધીકાર; સાવધાન થઈ સાંભલો, જીમ સુખ પામો શ્રીકાર. ૧૦ [૧૦]. સુખીયાને સુખ ઉપજે, દુખીયારા દુખ જાય; મંગલકલસ સંબંધ કહુ, સાંભળતા સુખ થાય.” ૧૧ [૧૧] ઢાલઃ- ૧, ચૌપઈની દેશી. જંબુદ્વિપ જ માર્યો સાર, લાખ જોયણ જેહનો વિસ્તાર; તિણમે ભરથ દક્ષિણ દીસતણો, સહસ બત્રીસ દેસ સોભે ઘણો. ૧ [૧૨] તિમાં છે માલવદેશ ઉજેણીપૂરી, ઘણ-કણ-કંચનસું ભર-ભરી; અભીનવ દીસે અલકાપુરિ, સુરનર- કિનરને મનવમી. ૨ [૧૩] તિહાં મોટા જિનહર પ્રસાદ, સ્વરગ સમોવડ માંડે વાદ; નદી નર્મદા કામેરી વસી, પુઠે વહેં નદી સીમા ઈસી. ૩ [૧૪] તિહાં મેહલ પ્રસાદ ઉદાર, વન-વાડી-આરામ અપાર; વર્લે સીધવડ ગંધુયો મસાણ, તીહાં છે દેવ-દેવી આદિઠાણ. ૪ [૧૫]. ગઢ-મઢ-મંદિર-પોલ-પગાર, સોભે ચોરાસી બજાર; વરણ અઢાર પવન છત્રીસ, શુઓં વસે ભજે જગદીસ. ૫ [૧૬] તિહાં રાજા રાજ્ય કરે ચીસાલ, પ્રજાતણો છે અતિ “ખવાલ; અરીયણ બીહતા નાસી ગયા, વનમાંહે જઈ તે તાપસ થયા. ૬ [૧૭] આણ વહેં છે સહુ કો ઇસી, પરમેસ્વરને પ્રણમે તીસી; સુરવીર અને દાતાર, ન્યાય ઘંટ બંધે દરબાર ૭ [૧૮] એવો વયરસિંહ ભુપાલ, રાજ રીદ્ધ ભોગવે હી રસાલ; રાણિ સોમચંદ્રા મનવાસી, વાલી રાય આંખ કીકી જીસી. ૮ [૧૯] ૧. જિનાલય. ૨. સાથે. ૩. હરીફાઈ. ૪. કાવેરી. ૫. રખેવાળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy