________________
મંગલકલશ ચોપાઈ
429
આઠે મદ ઈણ કાયામે વસે રે, તેહનો સબલ વિકાર; મદ મતવાલી ગલીયામૈ પડે રે, પાડે એ સંસાર. ૫ સદ્ગ0 [૩૭૮] વિષયારસમૈ લીણી પ્રાણીયો રે, માને અમૃત કંદ; પિણ દુખ આગલિ મેર બરાબરી રે, સુખ થોડો મધુબિંદ. ૬ સદ્ગ0 [૩૭૯] ધન મેલણ ધંધામાં પડ્યો રે, ન ગિણે રાતિ ને દહ; પરિગ્રહ મેલે અણજોઈતો રે, ઘરમતણી તજિ લીહ. ૭ સદ્ગ0 [૩૮૦] કાયા-માયા સહુ એ કારિમા રે, કિણહી સાથિ નાવંત; જાણે ફિર રાતે વિરિચે નહી રે, મા સાહસ દ્રષ્ટાંત. ૮ સદ્ગુરુ [૩૮૧] એ અગ્યાની મૂરખ જીવડો રે, ચેતે નહી લિગાર; પિણ ઇક દિન જમરાણી પ્રાહુણો રે, થાએસી નિરધાર. ૯ સદ્ગ... [૩૮૨]. વહતે વારે વિરીયાં પામને રે, કાંઇ ન કરે જેહા; ઘસિસી હાથ ઘણું પિછતાવસી રે, માખીની પરિ તેહ. ૧૦ સદ્ગ[૩૮૩] માત-પિતા-સાજન વાલ્હા સગા રે, પરણી તણી નારિ; પરભવ જાતાં જીવને રે, રાખિ સકે નહી લારિ. ૧૧ સદ્ગુરુ [૩૮૪] એડવો જાણી પ્રાણી કીજીયે રે, ધરમ-પુરષશું પ્રીત; ધરમ થકી લહિત્યે સંપદા રે,” દી દેસણા ઈણિ રીતિ. ૧૨ સદ્ગ0 [૩૮૫] એ જિનહરખ ઢાલ ઉગણીસમી રે, સિંધુગૌડી રાગ; પ્રીતલડીનકીજૈ હે નારી પરદેસીયાંરે, એહની જાતિ વૈરાગ. ૧૩ સદ્ગ0 [૩૮૬]
૧. મેરુ પર્વત. ૨. ટી. મધુબિંધુ દ્રષ્ટાંત માટે જૂઓ પરિશિષ્ટ પર્વ-ત્રિશષ્ઠિ. ૩. મેળવવા માટે. ૪. એકઠો કરે. ૫. મહેમાન. ૬. વીર્ય શક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org