________________
મંગલકલશ ચોપાઈ
419
નિરમલ વંસ અછે એ માહરી, મુઝ વેસાસ અછે ઇક તાહરી;' ઈમ કહિને તસુ આગ્યા દીધી, કુમરી જાણ્યો “આસ્યા સીધી. ૧૩ [૩૦૦] કુમરી પાએ લાગી પિતારે, “પ્રિય મિલસી” મન એમ વિચારે; સિંઘનામ સામંત ગ્રહેઇ, ચાલ્યા સૈન્ય સહિત બે બેઈ. ૧૪ [૩૦૧] ચાલે અહિનિસ અખંડ પ્રમાણે, પહુંચેવા ઉજેણી થાણે; પ્રિય મિલિવા ઊમાહિ આવે, રૈલોક્યસુંદર કુમર કહાવે. ૧૫ [૩૦૨] ઢાલ પનરમી એ થઇ પૂરી, વાત અને જિનહરખ અધૂરી; ચતુર સુણી એહનો ગુણ લેજ્યો, રાગ કેદારે જાતિ કહિજ્યો. ૧૬ [૩૦૩]
૧. આશા. ૨. પિતાના. ૩. ઉત્સાહિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org