________________
386
જિનહર્ષજી કૃતા
સેઠ વયણ એડવો સુણી રે લાલ, હરખ્યો ચિત્ત મઝાર સુવિચારી રે; કહ્યો ભલો તે કામણી! રે લાલ, ધરમ ખરો સંસાર.” સુવિચારી રે. ૪ સેઠ૦ [૩૧] દેવ પૂજાને કારણે રે લાલ, ફૂલ ગ્રહણ નિમિત્ત સુવિચારી રે; સેઠ આરામિક તેડને રે લાલ, આપ્યો બહુલો વિત્ત સુવિચારી રે. પ સેઠ૦ [૩૨] “સુરભિ કુસમ મતિ આપજ્યો રે લાલ, કિણહીને મુઝ ટાલ' સુવિચારી રે; વાડી આપણપે જઈ રે લાલ, આણે કુસમ રસાલ સુવિચારી રે. ૬ સેઠ૦ [૩૩] રદેહરાસર પહિલી કરે રે લાલ, સેવા અધિકે ભાઈ સુવિચારી રે; જાઈ જિનાલય તો પછે રે લાલ, પૂજે ત્રિભુવનરાઈ સુવિચારી રે. ૭ સેઠ૦ [૩૪] વાંદે આઈ ઉપાસરે રે લાલ, સાધુ કિકે ગુણવંત સુવિચારી રે; પ્રત્યાક્ષાન કરે વલી રે લાલ, મુનિવર પડિલાભંત સુવિચારી રે. ૮ સેઠ૦ [૩૫ સામાયક પોષધ કરે રે લાલ, ઇમ સુભ કર્મ નિબંધ સુવિચારી રે; તૂઠી સાસણ દેવતા રે લાલ, ધરમતણે “સનબંધ સુવિચારી રે. ૯ સેઠ૦ [૩૬] પુત્રતણો વર આપીયો રે લાલ, હુઈ પરતિખ તિણવાર સુવિચારી રે; ગરભ રહ્યો તિણ રાતિથી રે લાલ, સુપન લઘો તિણ નારિ સુવિચારી રે. ૧૦ સેઠ૦ [૩૭]. કુંભ-કલસ સોનાતણો રે લાલ, બંગલ સહિત મંગલીક સુવિચારી રે; સેઠાણી સેઠ ભણી કહ્યો રે લાલ, “સુત થાસી તહકીક’ સુવિચારી રે. ૧૧ સેઠ૦ [૩૮] પૂરે માસે જનમીયો રે લાલ, દાસી વધાઈ દીધ સુવિચારી રે; દાસી નામ દૂર કીયો રે લાલ, મનવંછિત સહુ દીધ સુવિચારી રે. ૧૨ સેઠ૦ [૩૯] બીજી ઢાલ પૂરી થઈ રે લાલ, અલવેલ્યાની જાતિ; કહે જિનહરખ કરે હિવે રે લાલ, ૨ઉછવ સેઠ પ્રભાતિ સુવિચારી રે. ૧૩ સેઠ૦ [૪૦]
૧. માળી. ૨. જિનાલય. ૩. પ્રત્યાખ્યાન=પચ્ચખાણ. ૪. વહોરાવે. ૫. સંબંધ. ૬. વરદાન. ૭૮. બન્ને એકાર્થે વાપર્યા છે. ૯/૧૦. મંગલ સહિત હોવાથી માંગલિક કરનાર= કુંભ(કળશ. ૧૧. નિચ્ચે, નક્કી. ૧૨. ઉત્સવ, પાઠાદિન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org