________________
મંગલકલશ ચોપાઈ
385
દૂહા
એક દિવસ ધનદત્ત તે, નિરખે રમતા બાલ; પુત્ર વિના દુખ ઊપનો, ઉર વિચ ઊઠી ઝાલ.
૧ [૨૧] પુત્ર વિના અંધાર જગિ, પુત્ર વિના સહુ ધંધ; પુત્ર વિના અકિયારથો, સહુ સંસાર અમંધ.
૨ [૨૨]. કુલદીપક કુલ-પાહસ, પુત્ર ન હોવે “જાં; જલીયો જાણે જાગતે, તાટીહર તે તાંહ.
૩ [૨૩] મુખ કમલાણાં કમલ જિમ, લાગી દુખ તપ ઝાલ; ચિત ચિંતા વ્યાપી અધિક, સેઠ થયો સોગાલ.
૪ [૨૪] કામણિ આમણ-દૂમણો, દેખેં નિજ પતિ મુખ; પૂછણ લાગી પ્રેમસું, “કહોને કેહો દુખ?.”
૫ [૨૫] સુણ-સુકલીણી સુંદરી!, દુખ મુઝને અસમાન; વંસ વધારણ આપણે, પૂઠે નહી સંતાન.”
૬ [૨૬] ચિંતા મ કરિ સુજાણ પ્રિયી, ચિંતા દહસી કાય; માન વયણ ઈક માહરો, ક્યું મન વંછિત થાય'.
૭ [૨૭] ઢાલ -૨, અલવેલ્યાની.
શેઠ! સુણો નારી કહે રે લાલ, ધરમ કરમ સુભચિત્ત સુવિચારી રે; ધરમથકી સુખ પામસેં રે લાલ, વારુ લહિસો વિત્ત સુવિચારી રે. ૧ સેઠ૦ [૨૮] તિણ કારણ તુમેં આદરો રે લોલ, દેવગુરુ ની સેવ સુવિચારી રે; દાન સુપાત્રે દીજીયે રે લાલ, ઈમ હી જ કરતાં ટેવ સુવિચારી રે. ૨ સેઠ૦ [૨૯] ઈમ કરતાં પુત્ર થાઇસી રે લાલ, તે તુમ વાર કંત! સુવિચારી રે;
નહિં તો પરભવ પામસ્યોં રે લાલ, મન વંછિત “અનંત’ સુવિચારી રે. ૩ સેઠ૦ [૩૦] ૧. જંજાળ, મિથ્યા પ્રવૃત્તિ. ૨. અકૃતાર્થ. ૩. ઉગ્ર, ચંચળ. ૪. પહેરેગીર=રક્ષક. . જ્યાં સુધી. ૬. શોકાળ=શોકથી ઘેરાયેલ. ૭. નિરાશ, ચિંતિત. ૮. સુકુલીનીક ઉત્તમ કુલવાન. ૯. પાઠા, પામત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org