________________
366
ક જીવણમુનિ કૃતા
ઢાલ - ૧૫, પ્રિયદો માનો રે હમ બોલ- એ ઢાલ. તે કુલપતિની કન્યકારે, પદમનિ ૫ રિસાલ; અંગુ સુગંધસ્યો ભર્યો રે, શસિ જિઉ ચમકઈ ભાલ.
૧ [૨૭૪] સખીરી વરજો દુલહ મન ભાઈ, મનગમતો સુખ થાય. દસ-દસના ભૂપતી રે, તેડાવ્યો સંવેગ; મંગલકલસ! થે હાલિજો રે, પદમનિ થા કઈ "નેગ'. ૨ સખીરી. [૨૭૫] મંગલકલસ ચિત ચમકીયો રે, સુણવા દુતના વૈણ; મન ઉગમ્યો તે જોઇવા રે, સકલ સંગ લે તઈણ. ૩ સખીરી, [૨૭૬] ગિડિ ગિડિ ધોસ કે ચલો રે, વાજત ગૃહિર ગંભીર; મદિ ઝરત ગયવર ચડ્યો રે, ગહિ નેજા વડવીર. ૪ સખીરી. [૨૭૭] “સિંઘલિદીપ અનુક્રમિ ગયો રે, રહ્યો ગ્રામનઈ તીર; સુરવીર વડ ભુપતી રે, આપ બાંધિનઈ ધીર.
પ સખીરી. [૨૭૮] ભવન સ્વયંવર છાયો રે, રવિ સમ સોભા થાઈ; પદમનિ આઈ ભુવનમે રે, સોલે સિંગાર બનાઈ. ૬ સખીરી. [૨૭૯] આપ આપને ભુવનથી રે, પેખન આઈ નારિ; સોન છરી હાથઈ લઈ રે, ભાટણિ ઠાઢી દ્વારિ. ૭ સખીરી. [૨૮]. ભણઈ રાજા વલિ ભાટણી રે, કુમરીનઈ સમઝાઈ; ચંદ્રશેખર રાઈ આવીયો, વરધવલ વડ રાઈ. ૮ સખીરી. [૨૮૧] ચંદ્રપાલ ભુપાલ નઈ રે, આવૈ જિઉ ઘન ધાઈ; અણાદર દેખી કરી રે, ખિનમાં જાતિ પલાઈ. ૯ સખીરી[૨૮૨]
૧. નેહ, સ્નેહ-સંબંધ. ૨. ઉલ્લસિત થયો. ૩. સેના. ૪. ભાલા જેવું હથિયાર. ૫. સિંહલદ્વીપ. ૬. બારોટની સ્ત્રી. ૭. સામે ઉભી રહી. ૮. ક્ષણમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org