________________
મંગલકલશ ચોપાઈ
357
ઢાલઃઆદર માન ઘણો કરઈ રે લાલ, વિગસઈ નૈણે દેખ અલવેલે; પાન-મિઠાઈ-મેવા ઘણો રે લાલ, કરઈ ભક્તિ સુવિશેષ અલવેલ. ૧૦ પુન્ય [૨૧૩] પૂગીફલ ન ઇલાઇચી રે લાલ, પંજાઇફલ લોગ નાલેર અલવેલે; વસ્ત્ર કુમરનઈ આપીયો રે લાલ, બિહુમઈ ભયો રસરેલ અલવેલે. ૧૧ પુન્ય. [૧૪] છબડા એક જણ-જણ પ્રતઈ રે લાલ, કુમરી આપીયો જામ અલવેલે; નાગરિક જો તુમમઈ અછઈ રે લાલ, ભણઈ કતિક કોઈ તામ અલવેલે. ૧૨ પુન્ય [૨૧૫. સોરઠાઃજાકો જિસો સુભાવ, તે નર કબહુ ના તજઈ; ખોરિ પરો સિટ જાઉં, ન તજઈ કપિ ચાપલપણો.
૧૩ [૨૧૬]
ઢાલઃમંગલકલસ તવ ઉચPઈ રે લાલ, “સાંભલિ ચતુર! સુજાણ અલવેલે; વાત કહો મન ભાવતી રે લાલ, આપા વીચી જાણિ' અલવેલે. ૧૪ પુન્ય. [૧૭]. વાત ભણી સબ ચાહની રે લાલ, જંપીઉ જાણિ પુરાણ અલવેલે;
સંસઈ-તિમ વિદારણો રે લાલ, ઉદય કુમર જિઉ ભાનુ અલવેલે. ૧૫ પુન્ય. [૧૮]. સુંદર તવ માયા કરી રે લાલ, અકસ સો કરઈ પ્રહાર અલવેલે; હસિનઈ બાલ સહુ ભાગીયો રે લાલ, પહિરો કુમર એ હાર અલવેલે. ૧૬ પુન્ય [૨૧] હાવભાવ ઘણા કીયો રે લાલ, માંડી તિરસ્યો પ્રીતિ અલવેલે; હમ-તુમ અંતર કો નહી રે લાલ, વાત સુણો ઇક મીત!” અલવેલે. ૧૭ પુન્ય [૨૦]
૧. વિકસિત. ૨. આંખે. ૩. સોપારી. ૪. અને. ૫. જાવંત્રી. ૬. નાળિયેર. ૭. પાનના બીડા. ૮. ચતુર. ૯. કૌતુક. ૧૦. બળતું લાકડું. ૧૧. આપણી વચ્ચેની. ૧૨. વિવાહની. ૧૩. સંશય. ૧૪. ચાબૂક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org