________________
શ્રી મંગલકલશ રાસમાળા
જ “ઝલહલત સંયમ પરિ પાલી, વલી મુગતિ રમણિ ઉરિ હારુ હે
ઝળહળતું સંયમ પાળીને મંગલકલશ મુનિ “મોક્ષે ગયા' એવું સીધું કથન ન કરતા “મુક્તિ રમણીના હૈયાનો હાર બન્યા' એવું કહ્યું. રાસની આ અંતિમ કડી પણ કવિના કાવ્યત્વની સાખ પૂરે છે.
સ્થા ઘટકોમાં પરિવર્તન ૧) સત્યભામા (મંગલકલશની માતા) પુત્ર ન હોવાના કારણે દુઃખી છે અને રત્નસાર શ્રેષ્ઠી
(મંગલકલશના પિતા) તેને સમજાવે છે. (૮) બીજે બધે પિતાને દુઃખી દર્શાવ્યા છે અને માતા
તેને સમજાવે છે. ૨) મંગલકલશ માતાની કુક્ષિમાં દેવલોકમાંથી અવીને અવતર્યો. (૧૪) ૩) મંગલકલશ અને ગૈલોક્યસુંદરીનું ઉજ્જૈની નગરીમાં મિલન થાય છે ત્યારે દેવો પુષ્પવૃષ્ટિ કરે
છે. (૧૧૫)
૪) ઉપાધ્યાય કનકસમજી કૃત મંગલકલશ ફાગ. ખરતર ગચ્છીય જિનચંદ્રસૂરિજી (સં. ૧૫૯૫થી ૧૬૭૦)ના રાજ્યમાં અમરમાણિક્યજીના શિષ્ય કનકસો વાચકે પ્રસ્તુત કૃતિ વિ.સં. ૧૬૪૯ના માગસર સુદમાં મુલતાનમાં રહીને રચી છે.
કૃતિ “ફાગ’ તરીકે પ્રકાશિત થઈ છે. પરંતુ કવિશ્રીએ ત્રણ સ્થળે જુદા-જુદા ઉલ્લેખો કર્યા છે. (૧) “મંગલકલસતણઉ પ્રબંધ, કરવા મુજ રાગ.” - ૨ (૨) “શાંતિનાથ જિન ચરિત્ર થકી, ઊધરિસ્યું ફાગ.” - ૨ (૩) “એ કીધઉ મંગલકલશ ચરિત્ર વિલાસિ. ૧૬૩
કવિશ્રી કનકસોમ વાચકની અન્ય રચનાઓ-૧૪ ગુણસ્થાનક વિવરણ ચોપાઈ (૨.સં. ૧૬૩૧. કડી-૯૦), જિનપાલિત જિન રક્ષિત રાસ (૨.સં. ૧૬૩૨), અષાઢાભૂતિ ધમાલ રાસ (ર.સં. ૧૬૩૮), આર્દ્રકુમાર ધમાલ | ચોપાઈ (૨.સં. ૧૬૪૪), થાવસ્યા સુકોસલ ચોપાઈ (૨.સં. ૧૬૫૫), નેમિનાથ ફાગ (કડી-૩૦) વગેરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org