________________
શ્રી મંગલકલશ રાસમાલા
કે “દહ દિસિ કોરણ-ઘણ ઉચ્છલિલ, તિણિ અવસરિ મંગલ ખલભલિ; ઉલાલિકે જિમ લીલઈ તૂલિ, યોજન શતનઈ મે©િઉ કૂલિ.” ૧૩ [૨૨]
દશે દિશાઓમાંથી વંટોળ ઉમટ્યો અને એ વંટોળે મંગલકલસને ઉછાળ્યો ત્યારે તે રૂ જેવો ભારવિહીન લાગતો હતો.
* “એક દિવઈ ઊમણ દૂરણી, હિમ કુરમાણી જિમ પદમણી.” [૮].
હીમ પડવાને કારણે જેમ પદ્મિની કરમાઈ જાય તેમ સત્યભામા હૃદયના શોકના કારણે કરમાયેલી લાગતી હતી. અહીં સત્યભામાને પદ્મિની (કમલિની)ની ઉપમા આપીને તે પદ્મિની (=ઉત્તમ સ્ત્રી કે જેના શરીરમાથી કમળ જેવી સુગંધ આવે તેવી) હતી એવું જણાવાયું છે.
# “રાજકુમરિ મનિ ચીંતવઈ, એ કુષ્ટી ઈહ કાંઈ?; કલ્પતરુ થાણઈ કિસિધુ, ઉગિઉ એરંડ થાઈ?.” ૨ [૮].
મંગલકલશને બદલે કોઈ કોઢી મહેલમાં આવે છે, ત્યારે ત્રૈલોક્યસુંદરી વિચારે છે. “કલ્પતરુનાં સ્થાને આ એરંડો ક્યાંથી?' અહીં ઉપમા દ્વારા મંગલકલશની ઉત્તમતા અને કોઢી મંત્રીપુત્રની અધમતા દર્શાવાઈ છે.
“ભક્તિ ભલી તેહિ જ ભણે, જે હઈ મોકલચારિ; સંકલિ બધ્ધા ગય-તુરય, જિમ મનવંછિત ચારિ.” ૧ [૩૪].
ભક્તિ તે જ ઉત્તમ કહેવાય જે મુક્ત બનાવી શકે. આ કથનને પુષ્ટ કરવા કવિશ્રી વિરુદ્ધ દ્રષ્ટાંત આપે છે કે સાંકળથી બાંધેલા ગજ-તુરંગને મનગમતો ચારો અપાય છે. (પરંતુ તે ભક્તિ નથી) આ કડી વેધર્મે ઉપમાનું સુંદર ઉદાહરણ છે.
જ સુરસુંદર રાજા રાજકુમારીના લગ્ન સુબુદ્ધિ મંત્રીને તેના પુત્ર સાથે જોડવાનું કહે છે ત્યારે મંત્રીના વિચારોમાં અનેક નિદર્શનાઓ પ્રતિબિંબિત થાય છે.
‘તુ મનિ મંત્રિ વિમાસણ કરઈ, વિણઉ દેહ મુઝ નંદન સરઈ; કાચા માણિક કેહુ મેલુ?, દૂધમાહિ જિમ મદિરા ભેલુ. ૩૪ [૪૭], ગદ્દહ ગલિ સોવન સંકલી, કસ્તૂરી લસણસિઉ મિલી; વિષતરુઅરિ કલપત્તરિ વેલિ, બાઉલ તલિ જિમ ઉગી કેલિ. ૩૫ [૪૮] હારલતા અંધા ગલિ કિસી?, પટ્ટઉ લીસિણ ફરિસિઉં ઘસી; વાયસ ઘરિ જઈ હંસીનારિ, તઉ નાત્રાની વાત વિચારિ.” ૩૬ [૪૯] મંત્રીપુત્ર કોઢી છે અને રૈલોક્યસુંદરી રાજકુમારી અતિ રૂપવાન છે. તે બન્નેની જોડી કેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org