________________
જે કૃતિ દર્શન
ગયવર કુંઅર ઉતરઈ એ, ઉખરડાં રાજ અંતેઉરી એ, હાથા લેવું બિહુ જણઈ એ, રાજકુમરિ મનિ રંજીઈ એ. ૩ [૬૫] લીલાપતિ લઘુઉ લલવી એ, મલયાનિલ વિકસીએ ચાંપલુ એ, મંગલકલસ મનમોહતુ એ, પૂનિમ સસિ અંબર ઉગતુ એ; લાડી ય જિમ તરવરિ વેલડી એ, મુખિ પરિમલ મહકઈ કેવડી એ, વઈસાનર સાખિ બિંદુ જણ એ, પરિણાવ્યું સંમતિ સાજણઈ એ. ૪ [૬૬] નૃપિ દીધા થાલ કચોલડાં એ, રથ-કંચણરયણ-પટકલડાં એ, વર કર નવિ ઇંડઈ કામિણી એ, પંચ વલઈ માગઈ સંઈધણી એ; તહિં પંચ તુરંગમ આણીઆ એ, રાય ગણિ સવિ વખાણીઆ એ, સુરસુંદર આણંદ મનિ ધરઈ એ, સર્વાણંદ સુહગુરુ ઉચરઈ એ. ૫ [૬૭] આ વર્ણન પરથી છએક સૈકાઓ પહેલાના લગ્નોત્સવના ઉમંગનો પરિચય થાય છે.
2લોક્યસુંદરીના રૂપવર્ણનને વિવિધ અલંકારોથી મંડિત કર્યું છે. રાણી જાસુ ગુણાવલિ ભણું, એક જીભ કેતાં ગુણ ગુણઉં; રાજકુમારી તિઉલકસુંદરી, રૂપ રંભારઈ અવતરી. ૨૭ [૩૯]. નવજીવણ નવરંગી નારિ, સ્ત્રી-રતન નહીં અવર સંસારિ; ચાલઈ ચમકત જિમ ગજ ગેલિ, મયણ રચી કિરિ મોહણ વેલિ. ૨૮ [૪૦] નલિની-નાલ જિસ્યા ભુજદંડ, ઉદર લંક જીતુ હરિ ચંડ; પુન્નિમ ચંદ સમાણું વહેણ, નીલુપ્પલ-દલ મંજુલ નયણ. ૨૯ [૪૧] કજ્જલ કુરલ તરલ શિરિ વેણિ, રાયણ-વેલિ નખ નિર્મલ શ્રેણિ; ચંદ્રકલા જિમ સોહઈ લંક, કસ્તૂરી સારી વર તિલક. ૩૦ [૪૨] કલા બહુતિરિ સવિ વિજ્ઞાન, કિં બહના? સરસતિ ઉપમાન; લક્ષ્મીની પરિ લક્ષણવંત, જે પરિણસ્યઈ તે પુણ્યવંત.” ૩૧ [૪૩]
જ કવિશ્રીએ કાવ્ય મહેલના ઝરૂખાઓ પર ઉપમા-અલંકારના બાંધેલા તોરણો મનમોહક લાગે છે.
# “ચાલિઉ મલપત જેમ મરાલ, વાજઈ વાયા તો વિકરાલ.” ૧૨ [૨૧] મંગલકલસની ચાલ હંસચાલની ઉપમાથી શોભાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org