________________
શ્રી મંગલકલશ રાસમાલા
19.
(3) સર્વાનંદસૂરિજી કૃત મંગલકલશ રાસ જ વિ.સં. ૧૫૪૯માં લખાયેલ આ રાસ કુલ ૧૩૩ કડી પ્રમાણ છે. રાસમાં ક્યાંય પણ રચનાના કાળ વિષયક ઉલ્લેખ નથી. પરંતુ ભાષા અને રચના પરથી એવું જણાય છે કે આ રાસ ૧૫મા સૈકાથી અર્વાચીન તો નથી જ.
જ આ રાસના કર્તા શ્રી સર્વાનંદસૂરિજી કયા?તે નક્કી થઈ શકે તેમ નથી. એક સર્વાનંદસૂરિજીએ પાર્શ્વનાથ ચરિત્ર' (લ.સં. ૧૨૦૦) રચ્યું છે. જેઓ જાલિહર ગચ્છના ગુણભદ્રસૂરિજીના શિષ્ય છે. બીજા સર્વાનંદસૂરિજીએ સં. ૧૨૯૧માં પાર્શ્વનાથ ચરિત્ર અને સં. ૧૩૦૨માં “ચંદ્રપ્રભ ચરિત્ર' રચેલું છે. તેઓ શાલિભદ્રસૂરિજીના શિષ્ય ગુણરત્નસૂરિજીના શિષ્ય છે. ત્રીજા સર્વાનંદસૂરિજીએ જગડુ ચરિત’ (લ.સં ૧૩૭૫)ની રચના કરી છે. જેઓ ધનપ્રભસૂરિજીના શિષ્ય છે.
જ રાસની ભાષા પરથી ત્રીજા સર્વાનંદસૂરિ હોવાનું સંભવિત લાગે છે. છતાં પ્રસ્તુત રાસના કર્તા સર્વાનંદસૂરિજી આ ત્રણમાંથી જ એક છે કે અન્ય કોઈ છે? તે નક્કી કરવા માટે આપણી પાસે કોઈ પ્રમાણ નથી.
જ રાસમાં વસંત, સામેરી, દેશાખ વગેરે રાગો તથા વસ્તુ, દૂહા, ભાષા, ચોપાઈ વગેરે માત્રામેળ છંદો અને વિવાહલુ તથા ધઉલ (ધોળ) જેવા કાવ્યપ્રકારો પ્રયોજાયેલા છે.
જ પ્રસ્તુત રાસમાં માત્ર વસ્તુ નિરૂપણને જ પ્રાધાન્ય અપાયું હોવાથી વર્ણનો ગૌણ બન્યા છે. તેમ છતાં મંગલકલશ અને રૈલોક્યસુંદરીના વિવાહનું ટૂંકું પણ સુંદર વર્ણન “વિવાહલમાં કર્યું છે.
“માનીય તહિ માંડ વીવાહલું એ, પરિણેવા તિલકસુંદરી એ, રલિયાયત નરવર હુઉ એ, ચીત્રાવઈ ઘર-પુર-મંદિરી એ; લાડણુ ગજવરિ આરુહા, સિરિ કરણી કુસુમહ મહિમહઈ એ, સિણગારી પર સુહામણું એ, ઉતારઈ નારિ ય ભામણું એ. ૧ [૬૩] મંગલ સરિ ગાઈ નારી એ, રુવિ કિરિ દેવ-કુમારી એ, જય-જય’ સરિ બોલઈ ભાટ એ, મિલિઆ પુર-સજન ઘાટ એ; સિરિ સોહઈ ઊજલ છત્ર એ, વર ચમર ઢલાવઈ પાત્ર એ, તોરણિ વર ધવડ લહલઈ એ, મેલાવઈ સવિ જન ગહગઈ એ. ૨ [૬૪] મૃગનયણી મનરંગિ સવિ મિલી એ, મહુર સરિ ગાઈ બાબુલી એ, વધાવઈ પગિ-પગિ કુલવહુ એ, જયવંતુ હોયે દિન બહુ એ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org