________________
મંગલકલશ રાસ
299
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
ઢાલ - ૮, રાગ- વૈરાડી, ચઉપઈ.
આવી કુલદેવી નિજ અંગિ, પભણઈ મંત્રી મનનઈ રંગિ; પુરવપુજઈ મિ પામીલ, પુત્ર પ્રભાકર તે કોઢીલ. પરિણાં રાજસુતાનઈ એહ, મુઝ મનિ ચિંતા મોટી તે; રોગ નિવારી કરી આણંદ, હરખ સજન કુટુંબ સહુ વંદ'. બોલઈ દેવી જ્ઞાનઈ વલી, “ભાવિ પદારથ કિમઈ નવિ ટલઈ'; દેવીવચન સુણી દુખ ધરઈ, દીનમુખ દેખી ઉચાઈ. દેવી કહઈ “ઈમ મ કરિ તુ દુખ, સંપ્રતિ હોસઈ તુઝનિ સુખ; અનોપમ એક અછઈ ઉપાય, કુમર એક તસ સુંદર કાય. સ્પર્વત લીલા ગુણ ભર્યો, અમરકુમર આવી અવતર્યો; નગરી સમીપિ સરોવર પાલિ, આણી મુકીસ તે તત્કાલ'. ઈમ કહીનઈ દેવી જાય, શ્રીમતી-સુબુદ્ધિનિ સુખ થાય; મુકઈ સેવક તેણઈ ઠાઈ, સાંભલજ્યો હવઈ ચિતિ લાઈ. મંગલકલસ વાડી સદા, કુસુમરમલ ક્રીડા કરઈ મુદા; તેણિ સમય આકાસિ વાણિ, પભણી સરજ્યાતણિ પ્રમાણિ. ચતો આહી:
સરજ્જુ કિમઈ ન છુટીઈ, જો એણિ સંસારિ; મંગલકલસ પરિણસઈ, ભાડઈ રાજકુમારિ'. વાણી સુણી ચિતિ ચમક્યો રી બાલ, ઘરિ જઈ ધનદતનિ સંભાલિ; દિન કેતલઈ મુકી વિસારિ, ખેલઈ વનમાં ખેલણહાર. પુનર્વાણ:जं जं जंपति नारीउ, जं जं जंपति बालया। जा च अब्भूभूया वाणी, न सा हवइ निष्फला ।।१।।
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org