________________
283
હું ૬) પ્રેમમુનિ કૃત મંગલકલશ રાસ
સ્વતિ શ્રી સીમંધરાઈ, વસઈ જિન ગુણગેહ; જગજીવન જગદીસરા, ધ્યાન ધરું નિત્ય નેહ. નાભિકુલાંબરિ ચંદ્રમાં, મરૂદેવી કૃખિ હંસ; નામિ રિષભ જિણેસ, જગિ જયવંતો વંસ. શાંતિકરણ શ્રી શાંતિજિન, અચિરહરિ અવતાર; ચક્રવતિ જિનપદવી વરી, વિશ્વસેન મલ્હાર. શ્રી નેમીસર સુખકરુ, બાવીસમો જિણચંદ; શીલવંત શિરોમમી, પ્રણમું પાય અરવિંદ. પારસનાથ તે નાય કરિ, પુરુષાદેય પ્રધાન; શાસનનાયક “વીરવર, મહાવીર વર્ધમાન. એ પંચે મંગલકરા, પ્રણમ્ મનસા સિદ્ધ; નિજ ગુરુ ચરણે અણુસરું, જિણે વિચખિણ કિદ્ધ. સરસતિ સારદામિની, ચઉદવિદ્યા વિત્તધામ; ધરણ અનિ પદમાવતી, સમરું સદગુરુ નામ. દાન થકી સંપતિ લહી, મંગલકલશ કુમાર; વાર ગુણ તસ વર્ણવું, સરસતિ દિઈ આધાર. શાંતિચરિત્ર થકી કહું, વિસ્તરપણિ પ્રબંધ; સાવધાન થઈ સાંભલો, સરસ અછઈ સંબંધ.
૧. પાઠાવીસ્વર. ૨. પાઠા, ગોર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org