________________
14
નાહનઉ બાલ હિ સંઘનો એ, સુર સબલ વિખાત તું. ૬૩
મંગલકલશ જ્યારે પિતા પાસે ‘દરરોજ હું જ ફુલ લેવા જઈશ' એવો આગ્રહ કરે છે. ત્યારે પિતા ચિંતિત થયા છે. ‘તુ તો હજુ નાનો છે. કામ કઈ રીતે કરી શકીશ?’ ત્યારે પિતાની ચિંતાને દૂર કરવા મંગલકલશ નિદર્શના આપે છે ‘સિંહનું બચ્ચું નાનુ હોવા છતાં શૂરવીર હોય છે.’
મંત્રીપુત્ર સાથે રાજપુત્રી ત્રૈલોક્યસુંદરીના વિવાહનો પ્રસ્તાવ રાજા મંત્રી સમક્ષ મૂકે છે ત્યારે મંત્રી રાજાને કહે છે. ‘રાજ! આ સંબંધ યોગ્ય ન લાગે, ક્યાં સ્વામી? અને ક્યાં સેવક?’ સ્વામી અને સેવકના અંતરને સમજાવવા કવિશ્રીએ અનેક દૃષ્ટાંતો મૂક્યાં છે.
‘પર્વત મેરુ અનઈ સરસવ, અંતર કીહ્યાં માનવ નઈ અરિભવ; અંતર દીહ દીવાલી જસઉ, પુન્યવંત નઈ હાલી તસઉ. ૭૯ અંતર સુર્ય અનઈ ખજૂ ઉદ્યોતિ, અંતર અંધારુ નઈ દીવા-જોતિ; અંતર સીહ અનઈ સીયાલ, અંતર ગોલ અનઈ વિયાલ. ૮૦
અંતર સુરતરુ અનઈ કરીર, અંતર જિમ કાયર નઈ વીર; કીંહા એલીઉ અંતર સાકર, તિમ અંતર સેવક નિ ઠાકૂર’. ૮૧
મંગલકલશનું અપહરણ કરીને દેવીએ તેને જંગલમાં મુક્યો તે સમયે સૂર્ય અસ્ત પામ્યો. આ પ્રસંગને કવિશ્રીએ અદ્ભુત કલ્પનાથી સજાવ્યો છે.
‘તેહનઈ દૂખીઈ દુખી થાઈ, તુ સૂરજ ઉદયાચલ જાઈ;
જંપ દીએ તે સમુદ્ર મઝારિ, એહવા સજન હોઈ સંસારી.’ ૧૦૭
* કૃતિ દર્શન
મંગલકલશના દુઃખથી દુઃખી થઈને સુરજે ઉદયાચલ પરથી સમુદ્રમાં પડતું મૂક્યું. આવા સજ્જન પણ સંસારમાં વિરલા હોય છે જે પર-દુઃખે દુઃખી થાય!
કવિશ્રીએ કરેલા ટૂંકા પણ સુંદર વર્ણનોમાં કાવ્યત્વ ઝળકી ઉઠ્યું છે. શરૂઆતમાં જ આલેખેલું ઉજ્જૈની નગરીનું વર્ણન
ઉજૈણી નગરી ભલી એ, જોયણ નવ-બાર; ચોરાસી ચહુટાતણી એ, જિહાં સોહ અપાર. ૪ સપતભૂમિ સોહામણા એ, દીસઈ આવાસ; ગોખ અનઈ મતવારણા એ, જાલી સુપ્રકાસ. ૫ નાનાવિધ બહુ ચિત્રમઈ એ, સોહિઈ ચિત્રસાલી; નવજોવન સોહામણી એ, બેસઈ તીહાં બાલી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org