________________
244
ગુણવંદનજી કૃત
પૂર્વઢાલઃ
તિણિ પુરિ નિવિસઈ એક, ધર્મવંત વિવહારી; ધનદત નામ સુસીલ, શ્રાવક અણુવ્રત ધારી. ઋદ્ધિવંત જસવંત, સબજનકુ ઉપગારી; "ભામાપૂરવ-સત્ય, નામ અછાં તસુ નારી. પૂરવ કર્મ સંયોગ, નહિ સંતાન ઘરઈ રી; તિણિ કરિ ધનદત સેઠ, ચિંતા બહુત ધરઈ રી. એક દિવસ નિસિશેષ, સૂતી સેઠ વિમાસઈ; ફૂલ જિસઉ આકાસિ, સુત વિણ ધન મુઝ પાસઈ. દેવભવન ઉતંગ, દેવ વિના જિમ સૂન; સામિ ભલા વિણ સૈન્ય, બહુત મિલ્યઉ જિમ ઊનલ. મોતી મોટઉ હોઈ, તેજ વિના જિમ હીની; પુત્ર વિના કુલ તેમ, દીસઈ અતિ ઘણ દીન.
દૂહા
તરુવર ફલ વિણ જેહવલ, જલ વિણ જેમ તલાવ; સુતવિહિણ હું એહવલ, દાન વિના જિમ ભાવ'. ચીંતાસાગર ઝીલતઉ, દેખી બોલઈ નારિ; કર જોડી ઈમ વિનવઈ, “પ્રાણનાથ! અવધારી. પ્રાત સમઇ સસિમંડલઉ, જેમ કુમુદ કુમલાય; તિમ મુખ સામી! તાહરલ, કિણિ કારણિ વિછાય?.
૧. ટિ. જેની પૂર્વે સત્ય છે એવી ભામા= સત્યભામા. ૨. રાત્રિના પાછલા ભાગમાં. ૩. ઉણુ, અધૂરું. ૪. કરમાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org