________________
12
જ કૃતિ દર્શના
કથાઘટકોમાં પરિવર્તન – ૧) ધનદત્ત શ્રેષ્ઠી ત્રિકાળ શ્રી આદિનાથ પ્રભુની પૂજા કરે છે. (૪૨) ૨) મંત્રીના કુળદેવીએ મંગલકલશનું મહા સુદ-૫ના દિવસે અપહરણ કર્યું. (૮૧) ૩) અપહરણ થયા પછી મંગલકલશ જંગલમાં એકલો છે ત્યારે મનમાં નવકાર ગણે છે. (૧૨) ૪) મંગલકલશે નૈલોક્યસુંદરીને ઉજ્જૈનીની સીમાનદીના પાણીની વાત કરતાં પહેલા વિચાર્યું કે
રાજકુમારી ચતુર હશે તો સંકેત સમજી જશે.” આ વિચારણા દર્શાવીને કથાઘટક વધુ રસાળ બનાવ્યો છે. (૧૫૮) નૈલોક્યસુંદરી ઉજ્જૈની જઈને પોતાના પતિ મંગલકલશને શોધી લાવે છે ત્યારે મંગલકલશને રાજ્ય સોંપીને સુરસુંદર રાજા અને ગુણાવલી રાણીએ દીક્ષા લીધી. (૨૯૬) મંગલકલશે ગુણસાગરસૂરિજીને પોતાનો પૂર્વભવ પૂછ્યો. બીજી બધી જ કૃતિઓમાં મંગલકલશ આચાર્ય ભગવંતને પોતાના ભાડેથી પરણવાનું અને રૈલોક્યસુંદરી પર આળ આવવાનું કારણ પૂછે છે. સીધો જ પૂર્વભવ પૂછવા કરતાં આ કારણો પૂછવામાં કથા પ્રવાહમાં સ-રસતા વધુ
જળવાય છે. (૩૨૧) ૭) મંગલકલશના પૂર્વભવના મિત્રને અહીં સાર્થવાહ દર્શાવ્યો છે. (૩૨૨) ૮) મંગલકલશ રાજાએ પોતાના સમસ્ત દેશમાં અમારી પ્રવર્તાવી. (૩૩૮)
૨જિગરસૂરિશિષ્ય કૃત મંગલકલશ રાસ જ પ્રસ્તુત રાસના કર્તા વડતપાગચ્છીય, શ્રી જિનરત્નસૂરિજીના શિષ્ય છે. રાસમાં કવિશ્રીએ પોતે રચના સમય કે ગુરુપરંપરા વિષયક કોઈ ઉલ્લેખ કર્યો નથી.
જિનરત્નસૂરિજીની ગુરુ પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે-રત્નાકરસૂરિજી (જેમણે સંસ્કૃત ભાષામાં “રત્નાકર પચ્ચીશી' રચી) રત્નપ્રભસૂરિજી > મુનિશેખરસૂરિજી – જ્ઞાનચંદ્રસૂરિજી > જિનરત્નસૂરિજી (અપરનામો – રત્નસિંહસૂરિજી | વિજયરત્નસૂરિજી
વિનય રત્નસૂરિજી). આ રત્નસિંહસૂરિજી અર્થાત્ જિનરત્નસૂરિજીના સં. ૧૪૫રથી ૧૫૨૨ સુધીના પ્રતિમા લેખો પ્રાપ્ત થાય છે. તેમના ઉપદેશથી સં. ૧૪૯૧, વૈશાખ સુદ-૩ના દિવસે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં ઘણી દેરીઓ બની હતી. તથા તેમના જ ઉપદેશથી જૂનાગઢના રા'મહિપાલે શ્રીગિરનારજી તીર્થમાં નેમિનાથ ભગવાનના દેરાસરને સોનાના પતરાથી મઢાવ્યું હતું. તેના પુત્ર રામાંડલિક સં. ૧૫૦૭માં જિનરત્નસૂરિજીના ઉપદેશથી પોતાના રાજ્યમાં અમારી પ્રવર્તાવી હતી.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org