________________
મંગલકલશ ફાગ જ
225
દૂહા
વચ્છ! અમસ્તે આરામના, પુષ્ક લેવા કાજિ; દિન પ્રતિ દેહરાસરિ જઈ, પૂજઉં શ્રી જિનરાજ'. હું પિણિ આવિસુ સાથિ તુમ્સ, જોવા આરામ; ગયઉ સાથિ આરામિકંઈ, દીધાં ફલ અભિરામ.
ઢાલ -૪, ચઉપઈ.
ફલ લેઈ ઢોયા જિણહરઈ, કુલઆચાર લઘુવય પણિ કરઈ; બીજઈ દિનિ કહઈ “હું આણિમ્યું, તુમ્હ રહઉ બાંઠા ધ્યાનસ્યઉ. ૨૫ અતિ આગ્રહિ માન્ય તસુ વચન્ન, દિન પ્રતિ આણઈ કુમર તે સુમન; ધર્માભ્યાસ કરઈ ઈણિ પરિઈ, થયઉં વૃતાંત ઉતિણઇ અવસરઈ. ભરતક્ષેત્રિ ચંપા મહાપુરી, અમરાપુરી જાણે અવતરી; સુરસુંદર નામ ભૂપાલ, ગુણાવલી રાણી સસિ-ભાલ. કલ્પલતા દીઠી સુપનમઈ, રાઈ વિચાર કીય મન ગમઈ; સુતાજનમ હોસ્પઈ મુઝ ઘરઈ, દેખત મુખ નયણણિ સુખ કરઈ. ૨૮ અનુક્રમિ જાઈ ગુણસુંદરી, દીય નામ રૈલોક્યસુંદરી; લવણિમ-રૂપતણી ઓરડી, જીવનમાં અપછર અવતરી. મૃગલોયણ મુખ ચંદ સમાન, નાસાકીર કોકિલા-વાણિ; ઉજલ દસન અધર અતિ રંગ, જઘન વયણ થન પીન ઉતંગ. "કેહરિ લંક હંસગામિની, સોલ શૃંગાર ધરઈ કામિની; નરપતિ દેખિ ચિંતવઈ ઈસલું, ‘પુન્ય જોગિ પ્રિય મિલિસ્ટઈ કિસઉ?”. ૩૧
૧. બગીચાના. ૨. ચઢાવ્યા. ૩. પાઠાઇણ. ૪. પોપટ. ૫. સિંહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org