________________
જ કૃતિ દર્શન
રામદેવ-સીતા અતિ પ્રીતિ, તે વનવાસી એ મઝ રીતિ; રાવણ વલી સતી અપરહઈ, બે બંધવ દુખિ નૂરઈ ફિરઈ.” ૨૨૧ બોલાઈ કુમરી ‘તે શ્રીરામિ, બંધી જલ ગિઉ લંકા ઠામિ; જીતુ રાવણ આવ્યા રાજિ, સતી શીલ તિહિ આવિ કાજિ.” ૨૨૨ બોલઈ કર્મ “સુણઉ કૂયરી, નલ દવતી અંતેઉરી; છોડિલું રાજ વનિ રડવડી, વિણ ભરતારી તે મઈ નડી.” ૨૨૩ કુમરિ ભણઈ “તઈ બોલિવું સહી, વરસ બાર તપ-શીલઈ રહી; મિલિકે કંત વલી પામિર્ક રાજ, તઝનઈ સતીઈ દીધી લાજ.” ૨૨૪ ભણઈ કર્મ “માહર પરપંચ, એક નારી ભરતારહ પંચ; તે દ્રુપદિ પર-દ્વીપઈ હરી, તિહાંથી નૂરઈ તે મઈ કરી.” ૨૨૫ કુમરી બોલઈ “સુણ હો કમી, સતી શીલ તે અવિચલ ધર્મ; પાંડવ કૃષ્ણ સમુદ્ર ઉતરી, આણી રાજ-રિદ્ધિ પરિવરિ.” ૨૨૬ ભણઈ કર્મ “ચંદના કૅયરી, તેવી કીસિઈ સિરિ તણ ધરી; વીણિ ઉતારી પગિ આઠીલ, તે હુ જાણી મનનાવિસુ મીલ.” ૨૨૭ નારી ભણઈ “તઝ મનિ વિભર્મ, દાન-શીલ-તપ-ભાવિઈ ધર્મ પરણઈ વીર વિઘન ટાલિસિઈ, સુર સેવી તી શિવ પામિસિઈ. ૨૨૮ કર્મ ભણઈ “રાઈ-રાણા બહુ, મઈ રોલ્યા તે પાર ન લહુ'; કુમરિ ભણઈ “તઈ દીધી ચોટ, તું નારી જોવાસુ દોટ.” ૨૨૯ વલતુ કર્મ વિમાસી જોઈ, “નારી વાદ ન પહુચઈ કોઈ; પાછઈ પગલઈ કર્મ જિ ખિસઈ, રાજકુમારિ વિમાસણ વસઈ'. ૨૩૦
વૈલોક્યસુંદરી સાથે ઘણીવાર સુધી વાદ કર્યા પછી કર્મએ વિચાર્યું કે “નારીને વાદમાં કોઈ પહોંચી ન શકે. આથી તે પાછો ચાલ્યો ગયો.
ચોપાઈમાં થયેલું રસ-ચયન પણ કથાને વધુ સુરમ્ય બનાવે છે. રૈલોક્યસુંદરીનો વિલાપ (કડી ૨૦૫થી ૨૧૯) કરૂણરસથી આર્દ્ર છે. તો ઉજ્જૈનીમાં થયેલા મંગલકલશના મેળાપ સમયનું કૈલોક્યસુંદરીનું દેહ વર્ણન (કડી ૨૮૧થી ૨૮૪) શૃંગાર રસમય છે. સીમાડાના રાજાઓ સાથેનું મંગલકલશનું યુદ્ધ ભયયુક્ત છે. અને જન્મથી કોઢી મંત્રીપુત્રનું વર્ણન બીભત્સરસનું ઉદાહરણ પૂરું પાડે છે
મઝ બેટઉ તે રૂપિઈ ઈસિલે, કહ્યા કર-પગ અંગિઈ ખિસિલે; વિસઈ નખ તેહના ગયા સડી, હાડ ગલ્યા નઈ ગઈ ચાંબડી. ૭૭
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org