________________
શ્રી મંગલકલશ રાસમાલા
તારાગણની વચ્ચે જેમ ચંદ્રનું તેજ વિશિષ્ટ રીતે દીપતું હોય છે. તેમ બધા જ વિદ્યાર્થીઓ વચ્ચે મંગલકલશ વિશિષ્ટ રીતે શોભતો હતો. (આથી) ત્રૈલોક્યસુંદરી પોતાના ભરતાર (મંગલકલશ)ને ઓળખી ગઈ.
ઉત્પ્રેક્ષાઃ
=
‘તેહ સરખી નહી સુરસુંદરી, તાસ જમલિ નવિ વિદ્યાધરી; નાગકુમર સિવ રૂપઈ હરી, તુ તે નામ તિલુકસુંદરી.’ ૫૫
(ઉર્ધ્વલોકમાં) તેના જેવી બીજી કોઈ દેવાંગના નથી, (મધ્યલોકમાં) તેની હરોળમાં આવે એવી કોઈ વિદ્યાધરી નથી, (અધોલોકમાં) નાગકુમારીને પણ તેણે પોતાના રૂપથી હરાવી દીધી છે. (ત્રણે લોકમાં તેના જેવી બીજી કોઈ સુંદરી ન હોવાના કારણે) તેનું નામ ત્રૈલોક્યસુંદરી છે. રાજકુમારીના નામ પાછળની આવી મનોહર ઉત્પ્રેક્ષા બીજા કોઈ કવિએ પ્રયોજી નથી.
વ્યતિરેક ઃ
‘પટરાણી સોમચંદ્રા કહી, રુપઈ રંભ હરાવઈ સહી.’ ૧૧
ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવા દ્વારા સુંદર વ્યતિરેક પ્રયોજ્યો છે.
અતિશયોક્તિ:
9
વન-વાડી તરુયર સવે, સીંચ્યા નયણજલેણ.’ ૧૬૫
મંગલકલશ ઘરે પાછો ન આવ્યો ત્યારે માતા-પિતાએ તેની ખૂબ તપાસ કરી. છતાં તે ન મળતા માતા કરૂણ વિલાપ કરે છે ત્યારે અતિશયોક્તિ પ્રયોજીને કવિશ્રીએ પ્રસંગને વધુ કરૂણ બનાવ્યો છે. પુત્ર વિરહમાં રોઈ રોઈને માતાા-પિતાએ વનવાડીના સર્વ વૃક્ષોને અશ્રુજલથી સિંચ્યા. અહીં કરૂણતા ઉપરાંત પુત્રની ઠેક-ઠેકાણે કરેલી શોધ પણ દર્શાવાઈ છે.
સજીવારોપણ :
પતિ એકલી છોડીને ચાલ્યો ગયો, માથે ખોટી રીતે આળ આવ્યું, માતા-પિતા વગેરે પણ કોઈ બોલાવતું નથી ત્યારે ત્રૈલોક્યસુંદરી વિલાપ કરે છે. તેના વિલાપમાં કર્મ સાથેનો સંવાદ સજીવારોપણ દ્વારા વર્ણવ્યો છે.
‘વાદ કરેવા આવિઉ કર્મ, ‘કુમરી! તઈ મઝ બોલિઉ મર્મ;
સુર વિદ્યાધર જિનવર પાત્ર, મઈ રોલ્યા નારી કુણ માત્ર?. ૨૨૦
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org