________________
182
વસ્તુઃ
સુગર ગોયમ સુગર ગોયમ નમીય સરસતિ, મોટઉ મહિમા ધર્મનુ, કહઇસુ સોઇ ત્રિભોવન જાણઇ; માલવદેસ સોહામણઉ, ઊજેણી નગરી વખાણઇ, વિવહારીય ધનદત ઘરિઇં, ઉછવ કરી અભિરામ; સુત જનિમ હરિખઉં સ, મંગલકલસ તસ નામ.
ઢાલઃ- ૨, મૃગાંગલેખાની.
નવ-નવ ઉછવ નિત કરેઇ એ, હઇડઇ હરખ ન માય તું; સજન સહ્ સંતોષીઇ એ, દાન દીએ અનિવાર તુ. પટકુલ તીહાં આપીયા એ, શ્રોવનમઇં શૃંગાર તું; દાન માન સહૂ કઇનઇ દીઈ એ, સંતોષઇ પરિવાર તું.
ગીત-ગાન નાટિક કરઇ એ, પંચ સબદ વાજિત્ર તું; માગણ મનિવંછિત દીઇ એ, મંડાવઈ ઘરિ સત્રુ તું.
* જિનરત્નસૂરિજી-શિષ્યકૃત
કૂિમિ-કૂિમિ વાધઇ તે કુમર, તુમિ-તુમિ રુધિ અપાર તુ; તે અંગિરિક્ષ તિહા ધાવિ રહઇ એ, રુપવંત સુવિચાર તુ.
દિન-દિન રૂપ અલંકરઇ એ, ચડઇ કલા જિમ ચંદ્ર તુ; પંચવરસ સુત જવ હુઉ એ, સહઇ જિઇ સોહગ-કંદ તું.
હરખિઇ અતિ ઉછવ કરઇ એ, પહિરાવી સંગાર તુ; નેસાલ્યઇ સુત મુકીઉ એ, વારુ ‘લગન વિચાર તુ.
પુન્ય લગઇ પ્રજ્ઞા ઘણી એ, કલા બહૂતરિ જાણ તુ; ગુરુની ભિક્તિ કરી ભણઇ એ, લક્ષણ-છંદ-પ્રમાણ તુ.
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
પર
૧. સદ્ગુરુ. ૨. સતત. ૩. સુવર્ણમય. ૪. શત્રુકાર=અન્નદાનશાળા. ૫. તેમ-તેમ. ૬. શરીરની રક્ષા માટે. ૭. શોભે છે. ૮. મુહૂર્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org