________________
180
જિનરત્નસૂરિજી-શિષ્યકૃત
ઈમ જાણીનઈ કરુ ધર્મ, છૂટાં અંતરાય; જિનધર્મ વિણ અવર નહી, સંસારિ સખાઈ. સુણીય વયણ ધનદત કરઈ એ, પડિકમણકે બિ વાર; પરવતિથિઈ પોસા કરઈ એ, પુસ્તકની સાર. સત્કારિ સહુકો જીમિ, વલી ત્રણ અઢારિ; સ્વામી[વછલ સંઘ સહિત, કાઈ ગુરુ પેહરાવિ. દીઈ દાન ઘણ દીન પ્રતિઈ, વેચઈ વિત અપાર; કરઈ ડીપરિ સંઘ-ભક્તિ, અનઈ ન કરઈ અહંકાર. દિન-દિન વાડી થિકાં ફૂલ, ડીલઈ જઈ લાવઈ; પરમેસ્વર પૂજી કરી, મનિ ભાવન ભાવઈ. કસ્તુરી જાગૂ કપૂર, ઊખેવઈ ધૂપ; એકચિત મનિ ચીતવઈ એ, તે પરમ સ્વરૂપ. અન્ય દિવસ પ્રગટ થઈ, કહઈ સાસનાદેવિ; ‘તુંઠી વર તું માગિ વછી, મનિ હરખ ધરેવિ'. તતક્ષણ ઊઠી નમી પાય, ધનવંત સુજાણ; ‘પુન્ય(પુત્ર)હૂઈ જઉ અતિ પવિત્ર, તુમ્હ પ્રગટ “પ્રમાણ”. દેવિ કહઈ “ચિંતા કિસી?, હોસઈ તુઝ પુત્ર; સોભાગી ગુણ-સ્પર્વત, બહુ બૂધિ વિચિત્ર'. સાસનદેવી ઇસ્યુ કહી, જવ અંતરિ થાઈ; વચન સુણી ધન તેહતણઈ એ, મનિ હરખ ન માઈ. પુણ્ય પ્રમાણિ છુટતુ ક્રમ, અંતરાય નિદાન;
વિલસઈ ભોગ સંજોગ, “સાર હુંક આધાન. ૧. સંભાળ. ૨. સત્કાર કરીને. ૩. પધરાવી. ૪. શરીરથી=પોતે. ૫. પ્રમાણભૂત=સફળ. ૬. અદૃશ્ય. ૭. તુટ્યું. ૮. કર્મ. ૯. શ્રેષ્ઠ.
૧૦. ગર્ભધારણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org