________________
178
ન જિનરત્નસૂરિજી-શિષ્યકૃત
હાવ-ભાવ વારુ કરેઇ એ, હસતી અતિ સોઈ; કરસિઈ ઊઠી વાત કસું, માનવ મન મોહઈ. પ્રતિમા પરમેશ્વરતણી એ, દિસઈ અભિરામ; પૂજ રચઈ તિહાં ભવીય લોક, ગાય ગુણગ્રામ. એક નાટિક અભિનવ કરે છે, એક ધૂપ ઊખેવઈ; સ્નાતમહોછવ તિહાં કરઈ એ, એક રંગ વધાવઈ. દીપઈ જિનશાસનતણઉ એ, મહિમા વિસ્તાર; દેવ-દેવલ તણી એ, નવિ લાભઈ પાર. મંદિર-પોલિ-પગાર સાર, વાડી-આરામ; નિરમલ-નીર નદી વહેઈ એ, તસ્ય સપરી નામ. રાજ કરઈ અરિસિંહ રાય, તિહાં સિંહ સમાનિ; મોટો મહિમા તેહતણઉ એ, જાચક દિઈ દાન. પટરાણી અતિ ઝયડી એ, સોમચંદ્રા રાણી; સિસીવણી નવજોવનીઈ એ, જાણઈ ઈન્દ્રાણી. રાજ‘તુરંગમ અતિ વિકટ, સુભટ-પાયક પરવાર; મણિ-માણિક ઠીક સોવન સંખ, બહુ રિધ ભંડાર.
મોડબધા મંડલીકરાય, જસ માનઈ આણ; પછઈ દરસનનઈ દીઈ દાન, ગુણવંત સુજાણ. તીહાં નિવસઈ વિવારીયુ એ, ધમિ ધનદત સાહ; સમકતિ પાલઈ અતિ પવિત્ર, લીઈ લક્ષમી લાહ.
૧. સીપ્રા. ૨. અસ્વ. ૩. મકટબદ્ધ. ૪. આજ્ઞા. ૫. છએ દાર્શનિકોને. ૬. ધર્મો. ૭. વેપારી. ૮, લાભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org