________________
આ ચર્ચામાં વર્ષોની પદભાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા વિશેના તૈયાયિક ચિંતકોના મતભેદને પણ રજૂ કરવામાં આવેલ છે. વળી, અભિહિતાયવાદ અને અન્વિતાભિધાનવાદની આલોચના કરી બને વાદમાં રહેલા દોષોનું પ્રદર્શન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે ન્યાયમત કહે છે–પદે અન્વિત (= સંસૃષ્ટો અર્થનું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. તે જ્ઞાન પદે પિતાની તાત્પર્યશક્તિથી કરાવે છે. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદોને પ્રયોગ થાય છે એમ માનતાં છૂટી લોખંડની સળીઓની કપના જેવું બને અને પદ અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદોને પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદે સાથે પ્રળીને એક કાર્ય ( = વાળાથે) કરે છે એમ મનતાં એક પણ દોષ રહેતો નથી. તેથી આ નિકંટક માગ શીકાર જોઈએ. પદોની અભિધાત્રી શક્તિ પદેના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટું. પદોની તાત્પર્યશક્તિ સંસગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી, અહીં અમે અન્વિતાભિધાનને સહન કસ્તા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ.
આ પ્રકરણ પછી આ આદુનિકમાં વ્યાકરણનું અધ્યયન નિપ્રયોજન છે એ પૂર્વપક્ષની વિસ્તારથી રજૂઆત કરી. વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાન્તપક્ષની સ્થાપના કરવામાં આવી છેઆ ચર્ચામાં શબ્દને સાધુ-અસાધુ વિભાગ સંભવે છે કે નહિ શબ્દન સાપુત્વ અસાધુત્વ એટલે શું, શબ્દોના સાધુ-અસાધુત્વનું જ્ઞાન કેવી રીતે થાય છે વગેરે મહત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવી છે. સાતમા આકનિકમાં “પ્રમેય શબ્દને મેક્ષલક્ષી અથ આપી પ્રથમ પ્રમેય આત્માનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં આત્મા નથી એ ચાકમતની દલીલનું ખંડન કરી આત્માના અસ્તિત્વની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતચેતન્યવાદ, ઈન્દ્રિયચૈતન્યવાદ અને મનચૈતન્યવાદની આલોચના કરવામાં આવી છે. ત્યાર પછી આત્મા નિત્ય નથી પરંતુ કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધમતને વિસ્તારથી રજુ કરી તેનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બૌદ્ધોના ક્ષણભંગવાદનું વિસ્તૃત ખંડન કરવું પ્રસ્તુત હેઈ તેમ કરવામાં આવ્યું છે. છેવટે, આમ નિત્ય છે, વિભુ છે અને સ્વત: જ્ઞાનસ્વભાવ નથી એ ન્યાયમતની સ્થાપના કરી છે. આઠમા આહનિકમાં શરીર પરીક્ષ, ઈન્દ્રિય પરીક્ષા, ઇન્ડિયા પરીક્ષા, બુદ્ધિ પરીક્ષા, મન પરીક્ષા, પ્રવૃત્તિ પરીક્ષા, દેશ પરીક્ષા, પ્રેત્યભાવપરીક્ષા, ફલપરીક્ષા અને દુઃખ પરીક્ષા કરવામાં આવી છે. અહીં બુદ્ધિ પરીક્ષાની અંતર્ગત બુદ્ધિવિષયક સાંખ્યમતનું ખંડન કરી સાં ખ્યના સત્કાર્યવાદની ધારદાર આચના કરવામાં આવી છે નવમાં આદનિકમાં મોક્ષના સ્વરૂપને, મેક્ષના ઉપાયને, મોક્ષના સાક્ષાત કારણ અને સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે તેને લંબાણથી વિચાર કરવામાં આવ્યો છે. સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન બાબતે વિવિધ ચાર મને વિચાર કર્યો છે. એક મત અનુસાર સંચિત કર્મો ફળ આપી નાશ પામે છે. બીજા મત અનુસાર સંચિત કર્મો ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે ત્રીજા મત અનુસાર સંચિત કર્મોને ભેગથી જ નાશ થાય છે. આને મીમાંસને મત કહ્યો છે એવા મત અનુસાર સચિત કર્મોને નહિ પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે. આ જ ન્યાયમત છે એમ જણાવાયું છે. ન્યાયમતે તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે એમ કહેવામાં આવ્યું હોઈ વિરોધીએ પ્રશ્ન ઊભો કર્યો કે આ તત્ત્વજ્ઞાનને વિષય શો છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org