________________
નૈયાયિકે ઉત્તર આપે કે આત્મજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે એમ અમે વારંવાર જણાવ્યું હોઈ આ પ્રશ્ન નિરર્થક છે. પરંતુ વિરોધી પિતાના પ્રશ્નને વળગી રહે છે અને જણાવે છે, ને, મતભેદ હોવાથી આ પ્રશ્ન કર્યો છે, વાદીઓ આ બાબતમાં જુદા જુદા મત આપે છે. એક મત આ છે–જીવાત્મા અને પરમાત્માને ભેદ અવિદ્યાએ ઊભો કર્યો છે, પરમાત્માનું તત્ત્વજ્ઞાન થવાથી અવિદ્યા દૂર થતાં મેક્ષ થાય છે એમ બ્રહ્મવાદીઓ કહે છે. શબ્દાદ્વૈતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણે કહે છે વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું ( = ભેદનું) જ્ઞાન થવાથી મેક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રણિધાનથી મેક્ષ થાય છે
એમ પાતંજલે કહે છે. તે આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષઓ ઇરછા કરે એ તમારે જવવું જોઈએ.” વિધીના ઉત્તરમાં અહીં જયંત બ્રહ્માદ્વૈતવાદ, શબ્દાદ્વૈતવાદ, વિજ્ઞાનદૈતવાદ અને શૂન્યવાદને પૂવપક્ષરૂપે સવિસ્તર રજૂ કરી તેમનું ખંડન કરે છે. તેથી આ ભાગ દાર્શનિક દષ્ટિએ અત્યંત મહત્ત્વનું બની ગયો છે.
ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે.
ભારતીય તત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એવી મને આશા છે.
નગીન જી. શાહ
૨૩, વાલકેશ્વર સોસાયટી આંબાવાડી અમદાવાદ- ૩૮૦૦૧૫ ૨૧ માર્ચ ૧૯૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org