________________
પાંચ કર્મેન્દ્રિોની માન્યતાનું ખંડન
૨૭ किञ्चिद् भवेत् । अथ शरीरावयवेष्वेव भिन्नकार्यकारिषु कर्मेन्द्रियव्यवहारस्तर्हि कण्ठादिभिरतिप्रसङ्ग इत्युक्तम् । उपस्थेन्द्रियं च कथमेकं गण्यते तेनानन्दवत् मूत्रोत्सर्गस्यापि સાધના |
43. નૈયાયિક – આ તે તમે અત્યંત ઓછું કહ્યું કે “પાંચ કર્મેન્દ્રિય છે. શું બીજી કમેન્દ્ર નથી ? [છે જ], જેમકે કંઠ અન્નને ગળત હોવાથી, વક્ષસ્ સ્તનકલશને આલિંગન આદિ કરતું હોવાથી, બે ખભા ભાર વહન કરતા હોવાથી કમેન્દ્રિય છે એમ કેમ કહેતા નથી ? જે તમે કહે કે તેમનું કાર્ય શરીરના બીજા અવયવો કરતા દેખાય છે તેથી તે કર્મેન્દ્રિયો નથી, તે અમે પૂછીએ છીએ કે શું આપ અન્ન -પાનનું નિગરણ હાથથી, પગથી કે પાયુથી કરો છો ! [અન્ન-પાનનું નિગરણ તમે ગણવેલી કઈ કમેન્દ્રિય કરતી નથી, કંઠ જ કરે છે, છતાં કંઠને તમે કમેન્દ્રિય ગણતા નથી. વળી, અમે પૂછીએ છીએ કે શું કોઈક વાર મનુષ્ય કે પશુ મુખ વગેરે વડે આદાન નથી કરતા? કરે છે, છતાં તમે હાથને કર્મેન્દ્રિય ગણે છે]. તમે કપેલી કમેન્દ્રિયો ન હતાં તેમનું કાર્ય જ્યારે ત્યારે જેમ તેમ બીજી રીતે પણ થતું દેખાય છે. તેવું જ્ઞાનેન્દ્રિયની બાબતમાં સંભવતું નથી. જેની ચક્ષુરિન્દ્રિયને નાશ થયેલ હોય તેને જરા પણ રૂપજ્ઞાન થતું નથી, પરંતુ જેના હાથ અને પગ કપાઈ ગયા હોય તે વ્યક્તિને કંઈક આદાન અને વિહાર કરતી આપણે દેખીએ છીએ. વળી, વિહરણ એ કેવળ ચરણયુગલનું કાર્ય નથી પરંતુ જાનુ, ઉરુ, જ ઘા વગેરે સહિતને ચરણ તે કરે છે. આદાન પણ બે બાહુ સહિતના બે પાણિ કરે છે, કેવળ બે પાણિ કરતા નથી. વાગિન્દ્રિય તે નાભિથી ઉપરને સર્વ પ્રદેશ બને. આમ કહેવામાં પણ આવ્યું છે કે “નાભિમાંથી ઊઠેલે વાયુ ઉરમાં વિસ્તરે છે, કંઠમાં વિવર્તન પામે છે, મૂર્ધાને અથડાઇને પાછો ફરેલે મુખમાં વિચરતો વિવિધ શબ્દોને વ્યક્ત કરે છે. આ અનુભવ બોલનારાઓને થાય છે, વિશેષતઃ તે અખંડ ગેયને ગાનારાઓને થાય છે. અને આમ, આખું શરીર કર્મેન્દ્રિય બની જાય છે, એટલે ઈન્દ્રિયથી જુદું શરીર જેવું કંઈ રહેશે જ નહિ. જો તમે કહે કે ભિન્ન ભિન્ન કાયો' કરનારા શરીરના અવયવોમાં કમેન્દ્રિયને વ્યવહાર થાય છે તે અમે કહીશું કે એમ માનતાં તે કંઠ વગેરેને કમેન્દ્રિય માનવાની આપત્તિ આવે એ અમે અગાઉ કહ્યું જ છે. વળી ઉપસ્થને એક ઈન્દ્રિય કેમ ગણાય કારણ કે તે આનન્દની જેમ મૂત્રાત્સગને પણ સાધી આપે છે.
44. वागिन्द्रियं तु सुतरामहृदयङ्गमम् । संयोगविभागनिर्वा हि बाह्यः शब्द उपलभ्यते । तद्भेदाच्च भिद्यन्ते । यादृशो भेरीदण्डसंयोगजः शब्दो न तादृशः कूर्मीकोणसंयोगजः । एवं विचित्रस्थानकरणसंयोगाद् विचित्रो वर्णात्मकः शब्द उदेतीति न वागिन्द्रियं नाम किञ्चित् । लोकश्च वाक्शब्देन वर्णात्मकं शब्द मेव व्यपदिशति । शब्दश्चेन्द्रियविषयो, नेन्द्रियम् । तस्मादनेकविधसुखदुःखोपभोगाक्षेपक्षमकर्मपरिणामनिर्मितमेतच्छरीरं तस्तैरवयवैस्तं तं कर्मफलोपभोगमात्मनः सम्पादयतीत्यलमेवंविधेन्द्रियकल्पनाऽऽजवेन ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org