SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સવ આગમન કર્તા ઈશ્વર છે એ મત અધિકારી જણાવાય છે. તે અધિકારીને નયાગ કરવા પ્રેરવામાં આવ્યો છે અને તે તેના પ્રયોગથી પ્રાણીવધ કરીને અનર્થ નિમંત્રે છે જ, અને [તેથી] વેદનું અપ્રામાણ્ય થતું નથી. કહેવામાં આવ્યું છે કે “વૈદિક ચોદના (=આદેશપ્રેરણા=વિધિ) દ્વારા અહીં અર્થ અને અનર્થ બંને લક્ષિત થાય છે.” અધિકારભેદથી ભિન્ન ભિન્ન કર્મો કરવા માટેની વેદના (=વૈદિક આદેશ) ઘટતી નથી એમ નહિ. મરણની કામનાવાળી વ્યક્તિને સર્વરવાયજ્ઞ કરવાનો આદેશ વેદ આપે છે, જ્યારે આયુષ્યની કામનાવાળી વ્યક્તિને કૃષ્ણલચર્યજ્ઞને આદેશ વેદ આપે છે. તેથી ભિન્ન ભિન્ન કર્મો કરવાનો આદેશ આપવાથી અપ્રામાણ્ય નથી આવી જતું. બદ્ધાગમમાં જાતિવાદનું જે નિરાકરણ કરવામાં આવ્યું છે તે પણ સર્વને અનુગ્રહ કરવા તત્પર એવા કરુણાતિશયની પ્રશંસા કરવાના આશયથી છે, તેને કેવળ વાર્થમાં સમજવાનું નથી. અને સાથે જ ત્યાં બૌદ્ધ આગમમાં– વિનયપિટકમાં] કહેવામાં આવ્યું છે કે “જાતિદુષ્ટ (=હીતજાતિવાળી) અને કાયદુષ્ટ (=હીનકર્મવાળી) વ્યક્તિઓને પ્રવજ્યા આપવી નહિ.” નિષ્કર્ષ એ કે કપિલ, સુગન, અહંત વગેરે આતોએ રચેલાં બધાં અગમ પ્રમાણ છે એમ માનવું યોગ્ય છે. | 164. અવે માન્ત સમાનામીશ્વર પર્વ માનવાનું પ્રતેિતિ | સ હિં सकलप्राणिनां कर्मविपाकमनेकप्रकारमवलोकयन् करुणया ताननुग्रहीतुमपवर्गप्राप्तिमार्ग बहुविधमुत्पश्यन्नाशयानुसारेण केषांचित् कचित् कर्मणि योग्यतामवगम्य तं तमुपायमुपदिशति । स्वविभूतिमहिम्ना च नानाशरीरपरिग्रहात् स एव संज्ञाभेदानुपगच्छति । अहेन्निति कपिल इति सुगत इति स एवोच्यते भगवान् , नानासर्वज्ञकल्पनायां यत्नगौरवप्रसङ्गात् । 164. બીજાઓ માને છે કે બધાં જ આગમોને પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સકળ પ્રાણીઓના અનેકવિધ કવિપાકને દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે અપવગપ્રાપ્તિના અનેકવિધ ભાગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાક પ્રાણીઓની અમુક કર્મમાં યોગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પિતાની વિભૂતિના મહિમાથી અનેક શરીરો ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત ', કપિલ', “સુગત', વિગેરે જુદાં જુદાં નામે પામે છે એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સવ માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે. 165. નનું યુદ્ધ શુદ્ધોદ્રની રસજ્ઞોડાવ્યું, ન થમીશ્વરો મત ? gહિતमेतद्भगवता कृष्णद्वैपायनेन ----- यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ इति [गीता ४.७] ૧૧
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy